Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

સરગમ પરિવારના સભ્યોએ માણ્યો નાટય શો 'ચકરડી ભમરડી'

રાજકોટ : સરગમ કલબ, સરગમ લેડીઝ કલબ, સરગમ સિનીયર સીટીઝન કલબ, કપલ કલબ તેમજ આમંત્રિતો અને અધિકારીઓ માટે હેમુગઢવી નાટયગૃહમાં શિવમ રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત મુંબઇનું નાટક 'ચકરડી-ભમરડી' નો નાટય શો સરગમ પરિવારના તમામ સભ્યો માટે યોજવામાં આવ્યો હતો. મુખ્ય કલાકાર તરીકે રાજેન્દ્ર બુટાલા, સચી જોશી, પલ્લવી પાઠક, નયન શુકલા, સુનીલ સુચક, પ્રીતિ પંડયા, બંસરી માધાણી, રવિ રાઠોડ જેવા નામાંકિત કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતા. આ નાટય શો નિહાળવા પ્રતિષ્ઠીત વ્યકિતઓ રમણીકભાઇ જસાણી, રાકેશભાઇ પોપટ, કિશોરભાઇ ભાલાળા, નીરજભાઇ આર્ય, ચિરાગભાઇ જોશી, રમેશભાઇ ઠકકર, દિનેશભાઇ કારીયા, રશ્મીભાઇ પટેલ, કમલભાઇ ધામી, પરેશભાઇ પોપટ, હરદેવસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ નથવાણી, મનસુખભાઇ ધંધુકીયા, શિવલાલભાઇ આંદ્રોજા, પરસોતમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, ડો. એમ. વી. વેકરીયા, રાજેન્દ્રભાઇ મહેતા, હરીનભાઇ મહેતા, વિજયભાઇ કારીયા, મિલનભાઇ મિઠાણી, કાશ્મીરાબેન નથવાણી, આશાબેન શાહ વગેરે સામેલ થયા હતા. નાટય શો નિહાળવાના આ સમગ્ર કાયક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઇ પનારા, સુરેશભાઇ દેત્રોજા, રમેશભાઇ અકબરી, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:00 pm IST)