Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુસન્સના વિદ્યાર્થીઓનું કંપનીઓમાં પ્લેસમેન્ટ

રાજકોટ તા. ૧ : સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુસન્સ મેનેજમેન્ટના ક્ષેત્રમાં અભ્યાસ કરાવતી સંસ્થા છે. હરહંમેશની જેમ સનસાઇન ગ્રુપ વિદ્યાર્થીઓને ઉતમમાં ઉતમ નોકરીઓ મળી રહે તેવા પ્રયાસો કરે છે. આ વર્ષે ૧૦૭ થી વધારે કંપનીઓએ સનસાઇન ગ્રુપની પ્લેસમેન્ટ માટે મુલાકાત લીધી. આ વર્ષે હાઇએસ્ટ પેકજ ૧૦ લાખ સાથે બાયજુસે વિદ્યાર્થીઓને સારું પેકેજ ઓફર કર્યુ હતું. આ વર્ષના વિદ્યાર્થીઓને ૩.પ લાખથી ૧૦ લાખ સુધીના પેકેજ અલગ અલગ કંપનીઓએ ઓફર કર્યા હતાં. પ્લેસમેન્ટ માટે પિનકિલક, બાલાજી વેફર્સ, દિવ્ય ભાસ્કર, એચ. ડી. એફ. સી., એ. યુ. બેન્ક, આઇ. ડી. એફ. સી. બેન્ક, કોટક બેન્ક, એસ. બી. આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ જેવી નામાંકિત કંપનીઓએ સનસાઇન ગ્રુપની મુલાકાત લીધી હતી. પ્લેસમેન્ટની ભવ્ય સફળતાનો શ્રેય સનસાઇન ગ્રુપના ડીરેકટર પ્રો. ડો. વિકાસ અરોરાના માર્ગદર્શન સાથે ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર પ્રો. રવિ પઢીયાર અને પ્રો. કિંજલ ભટ્ટને મળે છે. સનસાઇન ગ્રુપના ચેરમેન મીનેશ માથુરે સફળતા બદલ સમગ્ર ટીમને શુભેચ્છાઓ અને પ્લેસમેન્ટ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

(2:58 pm IST)