Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

નવા ભળેલા ગામોના વિસ્‍તારો હવે થશે ચોખ્‍ખા ચણાંક

મોટા મવા, માધાપર, મુંજકા, ઘંટેશ્વર વગેરેમાં ર૦૮ સફાઇ કામદારોની ફાળવણી : માહિતી આપતા પ્રદિપ ડવ, અશ્વિન પાંભર

રાજકોટ, તા. ૧ :  મહાનગરપાલિકા દ્વારા નવા ભળેલ મોટા મવા, માધાપર, મુંજકા ઘંટેશ્વર વિગેરે ગામમાં વિસ્‍તારોમાં સફાઈની કામગીરીને સધન બનાવા આજ રોજ ૨૦૮ સફાઈકામદારોના ફાળવણી કરવામાં આવી હોવાનું પ્રદિપ ડવ અને અશ્વિન પાંભરે જણાવ્‍યું હતું.

આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવ અને સેનિટેશન કમીટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર એક યાદીમાં જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં નવા ભળેલ વિસ્‍તારોમાં લોકોને પ્રાથમિક સુવિધા મળે તે માટે તબક્કાવાર જુદા જુદા કામો હાથ ધરવામાં આવે છે. નવા ભળેલ માધાપર, મોટા મવા, મુંજકા,ઘંટેશ્વર ગામોના વિસ્‍તારોમાં સફાઈની કામગીરી નિયમિત અને સધન બનાવા ભાગ રૂપે આજ રોજ વધારના ૨૦૮ જેટલા સફાઈ કામદારોની ફાળવણીની કરવામાં આવેલ છે. જેમાં માધાપર ગામમાં હાલ ૧૫ કાર્યરત સફાઈ કામદારોમાં વધારાના નવા ૫૯ સફાઈ કામદારો, ઘંટેશ્વર ગામમાં હાલ ૦૪ સફાઈ કામદારોમાં વધારાના નવા ૫૫ સફાઈ કામદારો, મોટા મવા ગામમાં હાલ કાર્યરત ૧૮ સફાઈ કામદારોમાં વધારાના નવા ૪૦ સફાઈ કામદારો તથા મુંજકા ગામમાં નવા ૫૪ સફાઈ કામદારો ફળવાની કરવામાં આવેલ છે.વધારાના સફાઈ કામદારોની ફાળવણી થતા આ તમામ ગામોમાં સફાઈની કામગીરીનો પ્રશ્ન હલ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા છેવાડાના માનવી સુધી  પ્રાથમિક સુવિધા અને વિકાસના કામો મળી રહે તે માટે કટીબધ્‍ધ છે તેમ મેયર અને સેનિટેશન કમીટી ચેરમેનશ્રીએ અંતમાં જણાવેલ.

(3:31 pm IST)