Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

નહેરૂનગરમાં ચારભાઇ ફેઇમ શોૈકત કચરાનું જૂગારધામ ઝડપાયું: તેના પુત્ર સહિત ૮ પકડાયા

રૈયા રોડ આઝાદ ચોક પાસે ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૧.૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે : જામનગર, બોટાદ,રાજકોટના શખ્‍સો રમવા બેઠા'તાઃ હેડકોન્‍સ. મહેન્‍દ્રસિંહ અને કોન્‍સ. અજયભાઇની બાતમી પરથી પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧: રૈયા રોડ પર આઝાદ ચોક નજીક નહેરૂનગર મેઇન રોડ પર રહેતાં ચારભાઇ ફેઇમ શોૈકત કચરાએ પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી નાલ કાઢી જૂગારધામ ચાલુ કર્યુ હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી શોૈકત, તેના પુત્ર સહિત ૮ને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૬૦૩૦૦ રોકડા મળી કુલ ૧,૦૩,૩૦૦ની મત્તા સાથે પકડી લીધા હતાં.
પોલીસે ઘરધણી શોૈકત ઉસ્‍માનભાઇ કચરા (ઉ.૫૧), તેના પુત્ર અખ્‍તર શોૈકત કચરા (ઉ.૨૨) તેમજ સંજય છગનલાલ ચુડાસમા (ઉ.૫૦-રહે. સુભાષ માર્કેટ પાસે જામનગર), ઇકબાલ ઉમરભાઇ નાયક (ઉ.૪૮-રહે. નાગેશ્વર રોડ, ગોમતીપુર મુસ્‍તાક મંજીલ જામનગર), તાહિર સલિમભાઇ જાગડ (ઉ.૨૩-રહે. પાવર હાઉસ પાસે બોટાદ), યાસીન ઇબ્રાહીમભાઇ શાહ(ઉ.૩૫-રહે. સુભાષનગર-૮, આઝાદ ચોક), અફઝલ હુશેનભાઇ ખલીયાણી (ઉ.૨૯-રહે. બોટાદ મુસ્‍લિમ સોસાયટી, ટેલિફોન એક્ષચેન્‍જ પાસે) તથા હનીફ હુશેનભાઇ સિદાતર (ઉ.૪૯-રહે. વૈશાલીનગર-૧૦/૩)ને પકડી લઇ ગંજીપાના, રોકડા રૂા. ૬૦૩૦૦ અને ૪૩ હજારના ૭ મોબાઇલ ફોન મળી રૂા. ૧,૦૩,૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. શોૈકતનો પુત્ર અખ્‍તર આઝાદ ચોકમાં જ સિઝન સ્‍ટોર ચલાવે છે.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે. ડી. પટેલ, નિલેષભાઇ ડામોર સહિતની ટીમ ેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા અને કોન્‍સ. અજયભાઇ ભુંડીયાને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્‍યો હતો.

 

(3:17 pm IST)