Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

નિયમોના ભંગ બદલ ફરી વાહન ચાલકો સામે ટ્રાફીક પોલીસની ઝુંબેશઃ વર્ષ દરમિયાન ર.૩૯ કરોડથી વધુ દંડ વસુલાયો !

કમિશ્નર કચેરીમાં પાર્ક કરાયેલા નંબર પ્‍લેટ વગરના કર્મચારીઓના અને વીઝીટર્સના વાહનો સામે પણ કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં જગ્‍યાએ જગ્‍યાએ ટ્રાફીક જામના પ્રશ્નો સર્જાઇ રહયા છે રસ્‍તાઓ અને બ્રીજના ચાલુ કામના કારણે અનેક રસ્‍તાઓ ડાયવર્ટ કરાયા છે. પીકઅવર્સમાં સડકો ઉપર વાહનોનો બોજ વધી જતો હોવાથી ટ્રાફીક નિયમોના પ્રશ્નો સર્જાતા રહે છે. ટ્રાફીક પોલીસની સ્‍ટ્રેન્‍થ (સંખ્‍યા) વસ્‍તીની સરખામણીએ ઓછી પડે છે. આ વચ્‍ચે ટ્રાફીક બ્રિગેડની ભરતી કરી ગાડુ ગબડાવાય રહયું છે. ટ્રાફીક નિયમનનો ભંગ કરવામાં શહેરીજનો પણ અવ્‍વલ છે.  અત્‍યાર સુધીમાં વર્ષ દરમિયાન વાહનોના નંબર પ્‍લેટના કાયદાના ભંગ બદલ, ટુ વ્‍હીલર ઉપર બેથી વધુ વ્‍યકિતઓને બેસાડવાના નિયમના ભંગ બદલ અને ફેન્‍સી નંબર પ્‍લેટ લગાવવા અથવા તો નંબર પ્‍લેટ વગર જ નિકળી પડવા બદલ શહેરના ૪૬,૬૯૬ વાહન ચાલકો સામે કેસ નોંધી ર,૩૯,પ૪,૭૯૯ રૂા. દંડ ટ્રાફીક પોલીસે વસુલી લીધો છે. આજે જુદા જુદા રસ્‍તાઓ ઉપર થઇ રહેલી કામગીરી તસ્‍વીરમાં નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(3:17 pm IST)