Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સ્‍વ.લાધારામ પંડયાના સ્‍મરણાર્થે સંતો-મહંતોના હસ્‍તે કાલે એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ

બત્રીસી વિતરણ, દાતાઓનું સન્‍માન : ડિવાઈન ટ્રસ્‍ટનું આયોજન

રાજકોટ : ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ડો.જયસુખ મકવાણાની યાદી મુજબ કાલે તા. ૩-૫ને મંગળવારે સાંજે ૫ થી ૭ શ્રી રાજકોટ વૈદ્ય સભા કાર્યાલય ધન્‍વન્‍તરી મંદિર (૩૪/પ્રહલાદ પ્‍લોટ, ચેતન હાર્ડવેર પાસે, કેનાલ રોડ) ખાતે સ્‍વ.શાષાી શ્રી લાધારામ એલ. પંડયા (અમરેલીવાળા)ના સ્‍મરણાર્થે ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા આરંભ થશે.

નિમ્‍બાર્ક પીઠ લીંબડીના મહંત પ.પૂ.શ્રી લલીત કિશોરદાસ બાપુ અને સતપાલ મહારાજના શિષ્‍યા પ.પૂ.સુરૂચિ બાઈજી માનવધર્મ આશ્રમ કોઠારીયા રોડ ખાતે આર્શીવચન આપશે. શ્રી હર્ષદભાઈ પંડયા અને પંડયા પરિવારનો એમ્‍બ્‍યુલન્‍સ નિર્માણ માટે અનુદાન મળેલ છે.

આ તકે અતિથિ વિશેષ તરીકે ડો.સંજીવભાઈ ઓઝા (રાજકોટ વિભાગ સંઘ ચાલકજી, રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ, ભૂ.પૂ. વાઈસ ચાન્‍સેલર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર) તેમજ વૈદ્ય સભાના પ્રમુખ ડો.એચ.એલ. મંડિર, મંત્રી ડો.ભાનુબેન મહેતા તેમજ વૈદ્ય સભાના સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમની વ્‍યવસ્‍થા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી હસુભાઈ મકવાણા અને કાર્યક્રમનું સંચાલન પ્રો.ડો. વિજયભાઈ પીઠડીયા કરશે.

આ સાથે શ્રી રાજકોટ વૈદ્ય સભામાં દર મંગળવારના રોજ ચાલતા દંત યજ્ઞ તેમજ દિવ્‍ય જીવન સંઘ શિવાનંદ મિશનના દંત યજ્ઞ અને ગત તા.૧૭-૪ના રોજ યોજાયેલ જૈન સોશ્‍યલ ગ્રુપના દંત યજ્ઞના દર્દીઓને બત્રીસી અર્પણવિધિ કાર્યક્રમ પણ યોજાશે.

આ ઉપરાંત ‘ડોનેટ ધ ડેન્‍ચર ટુ યોર દાદા - દાદી' પ્રોજેકટ અંતર્ગત વૃદ્ધાશ્રમ અને ગ્રામ્‍ય વિસ્‍તારના જરૂરીયાતમંદ વડીલોને દાંતની બત્રીસી બનાવી આપવાનો પ્રોજેકટ ચાલે છે. આ કાર્યક્રમોના આયોજક સંસ્‍થાઓ રાજકોટના દાતાઓનું સન્‍માન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા વ્‍યવસ્‍થા પ્રમુખ હસુભાઈ મકવાણા, ડો.વિજયભાઈ પીઠડીયા, અનિલભાઈ રાઠોડ, ડો.હાર્દિક જોબનપુત્રા, ડો.સંજય અગ્રાવત, કલ્‍પનાબેન જોષી, રાજુભાઈ વરીયા, કેવીનભાઈ, વાહીદ મારફાની, મોનીકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો.હાર્દિક જોબનપુત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:06 pm IST)