Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

એડવોકેટ ધર્મેશ સખીયાનીનોટરી તરીકે થયેલ નિમણુંક

રાજકોટ, તા.૨: તાજેતરમાં નોટરી એડવોકેટના ઇન્‍ટરવ્‍યૂ-પરીક્ષા યોજાઈ હતી. જેમાં કેન્‍દ્ર સરકારના કાયદા વિભાગે રાજકોટના એડવોકેટ ધર્મેશ જી. સખીયાની નોટરી મેજિસ્‍ટ્રેટ તરીકે નિમણુંક કરી છે. ધર્મેશ સખીયાએ સિનિયર ધારાશાષાીઓ સી.એચ. પટેલ, દિલીપભાઈ મહેતા અને અતુલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ. વર્ષ ૨૦૧૦માં વકીલાતની સનદ મેળવી પ્રેક્‍ટિસ શરૂ કરી હતી. તેઓ હાલ પોતાની સ્‍વતંત્ર પ્રેક્‍ટિસ રેવન્‍યુ અને સિવિલ ક્ષેત્રમાં કરી રહ્યા છે. તેઓ શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્‍ય અને રાજકોટ રેવન્‍યુ બારના સંગઠન મંત્રી છે. બાર એસો.માં કારોબારી સભ્‍ય અને જો.સેક્રેટરી તરીકે સેવા આપી ચુકયા છે. આ તકે તેમની ઓફિસના એડવોકેટ નિખિલભાઈ ઝાલાવાડીયા, સુમિતભાઈ વોરા, તુષારભાઈ સખીયા સહિત રાજકોટના સિનિયર જુનિયર વકીલો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(4:13 pm IST)