Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સીંગતેલમાં ૧પ રૂા. વધ્‍યા અને કપાસીયા તેલમાં ૧પ રૂા. તૂટયા

રાજકોટ, તા., ૨: સીંગતેલમાં આજે ૧પ રૂપીયાનો ઉછાળો થયો હતો જયારે કપાસીયા તેલમાં ૧પ રૂપીયા તૂટયા હતા.

સ્‍થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલે સીંગતેલમાં ૧પ રૂપીયા વધ્‍યા હતા. સીંગતેલ લુઝના ભાવ ૧૬૩પ  રૂપીયા હતા તે વધીને ૧૬પ૦ રૂપીયા થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૯૦ થી ર૭૭૦ રૂપીયા હતા તે વધીને ર૭૦પ થી ર૭૮પ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

બીજી બાજુ કપાસીયા તેલમાં ૧પ રૂપીયાનો ઘટાડો થયો હતો. કપાસીયા તેલ  લુઝના ભાવ ૧૧૬પ રૂપીયા હતા તે ઘટીને ૧૧પ૦ રૂપીયા અને કપાસીયા ટીનના ભાવ ર૦૧૦ થી  ર૦૬૦ રૂપીયા હતા તે ઘટીને ૧૯૯પ થી ર ૦૪પ રૂપીયા થયા હતા.

 

(5:28 pm IST)