Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ટ્રક અને આઇસરમાંથી બેટરીની ચોરી કરનારા કમલેશ અને કૌશલ પકડાયા

માલવીયાનગર પોલીસે બે ચોરાઉ બેટરી અને ૧૩ શંકાસ્‍પદ બેટરી કબ્‍જે કરી

રાજકોટ,તા. ૨ : શહેરના ગોંડલ રોડ વિસ્‍તારમાં અલગ-અલગ સ્‍થળે પાર્ક કરેલી આઇસરમાંથી બેટરીની ચોરી કરનારા બે શખ્‍સોને વાવડી ગામમાંથી પકડી લઇ ચોરાઉ બેટરી કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ રોલેક્ષ કારખાનાવાળી શેરીમાં આવેલા રિધ્‍ધી મોટર નામના ગેરેજ પાસે પાર્ક કરેલ આઇસરમાંથી બે બેટરીની ચોરી થઇ હોવાની ગેરેજના માલીક ભુપતભાઇ મનજીભાઇ પીપળીયાએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશ્‍નર શ્રી સૌરભ તોલંબીયા, ડીસીપી સુધીર દેસાઇ તથા એસીપી વી.જી.પટેલે સુચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ આઇ.એન.સાવલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ, એમ.એસ. મહેશ્વરી સહિતે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન બે શખ્‍સો વાવડી ગામ પાસે ચોરાઉ બેટરી વેંચવા આવ્‍યા હોવાની હેડ કોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, અને હીરેનભાઇ સોલંકીને બાતમી મળતા દોઢ સો ફુટ રોડ પુનીતભાઇ સોસાયટી શેરી નં. ૧૦ના કમલેશ બીજલ બાંભણીયા (ઉવ.૨૩) અને વાવડી ગામ શકિતનગર સોસાયટી શેરી નં. -૧ના કૌશલ મહેન્‍દ્રભાઇ વીસાવડીયા (ઉવ.૨૩)ને પકી લઇ રૂા. ૨૬,૦૦૦ની બે ચોરાઉ બેટરી અને રૂા. ૮૪ હજારની અલગ-અલગ કંપનીની શંકાસ્‍પદ ૧૩ બેટરી કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્‍સ. મસરીભાઇ  ભેટારીયા, રવિભાઇ નાથાણી, અજયભાઇ, ભાવેશભાઇ, અંકિતભાઇ, હિરેનભાઇ, રઘુવીરસિંહ, હરસુખભાઇ તથા કૃષ્‍ણદેવસિંહ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:33 pm IST)