Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાજકોટની સોનેરી સવારઃ ઓઢી ઝાકળની ચાદર

રાજકોટઃ શિયાળાની વિદાયના દિવસો અને ઉનાળાના આગમનની છડી પોકારાઇ રહી છે તે પૂર્વે આજે રાજકોટ શહેરમાં વહેલી સવારે ઝાળકનું સામ્રાજ્ય છવાયુ હતું. ઝાકળના કારણે શહેરના રાજમાર્ગો પણ ભીંજાયા હતા. ઝાકળના કારણે વહેલી સવારે વાહનોમાં જતા લોકોને મુશ્કેલી પડી હતી. આજે ઝાકળની ચાદર વચ્ચે થયેલા સૂર્યોદયને અમારા તસ્વીરકારે આબાદ રીતે કચકડે કંડારી લીધેલ જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:00 am IST)