Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ફી નહી તો શિક્ષણ નહી... ખાનગી શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલી - વિદ્યાર્થીઓની વ્હારે આવતુ NSUI

સક્ષમ વાલીઓએ ફી ભરવી જોઇએ : શિક્ષણ બંધ થશે તો વિરોધ પ્રદર્શન કરાશે

રાજકોટ તા. ૧ : ખાનગી શાળાઓના સંચાલકોની ફી નહી તો શિક્ષણ નહીં... કથિત દાદાગીરી સામે હવે કોંગ્રેસની વિદ્યાર્થી શાખા NSUIએ હવે લાલ આંખ કરીને વિદ્યાર્થી - વાલીઓના વ્હારે આવ્યું છે.

NSUIના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર અને રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે એક યાદીમાં જણાવ્યુ઼ છે કે કોરોના કાળ વચ્ચે સ્કુલ - કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા બાબતે કચવાટ ચાલુ છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસીએશન દ્વારા ફી નહી તો શિક્ષણ બંધનો લેવાયેલ નિર્ણય ઉતાવળો લાગે છે. રાજ્ય સરકારે માત્ર ૨૫ ટકા સ્કુલ ફી માફીનો લોલીપોપ આપ્યો છે. તેમને કારણે આજે વાલીઓ અને સ્કુલ સંચાલકો આમને - સામને થયા. સરકારે છટકબારી કરી છે.

NSUI વાલીઓને વિનંતી કરે છે કે જે વાલી સક્ષમ છે તેમને સ્વૈચ્છાએ ધારાધોરણો પ્રમાણે ફી ભરશે તો ગરીબ પરિવારના વાલીઓના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત ન રહે. સ્કુલમાં નોકરી કરતા કર્મચારીઓનું હિત પણ જોવું જોઇએ.

NSUIના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર અને રાજકોટ જિલ્લા NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ એસોશીએશનના ફી નહી તો શિક્ષણ બંધ નિર્ણય સામે જે વાલીની સ્થિતિ વાસ્તવિક સંજોગોમાં ફી ભરી શકે તેમ નથી તેવા વિદ્યાર્થીઓનું સ્કુલ જો ઓનલાઇન શિક્ષણ બંધ કરશે તો વિરોધ પ્રદર્શન કરશે.

(2:43 pm IST)