Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રવિવારે રાજકોટમાં UPSC પરીક્ષા : ઓબર્ઝવર પરમીંદરસિંઘ રાજકોટમાં : સ્પે. ડે.કલેકટરો - મામલતદારો મૂકાયા

ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા અંગે સીટી બસ સેવાના ૪ થી ૫ રૂટો ગોઠવાશે

રાજકોટ તા. ૧ : આગામી રવિવારે રાજકોટમાં આઇએએસ - આઇપીએસ - આઇઆરએસ માટે યુપીએસસીની ૧૪ કેન્દ્રો ઉપર બે ભાગમાં પરીક્ષા લેવાશે, સવારે બે કલાક અને બપોરે ૨ કલાક એમ બે પેપર રહેશે, રાજકોટ અને સૌરાષ્ટ્ર - કચ્છમાંથી કુલ ૩૩૮૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે, ઉમેદવારો સમયસર કેન્દ્રો ઉપર પહોંચી શકે તે માટે કોર્પોરેશનની સીટી બસ સેવાના ૪ થી ૫ રૂટો ગોઠવાશે તેમ એડી. કલેકટરે ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે, પરીક્ષા અંગે દિલ્હીથી ખાસ અધિકારી શ્રી પરમિંદરસિંઘ ઓબર્ઝવર રૂપે રાજકોટ આવી પહોંચ્યા છે, બપોર બાદ તેમણે કેન્દ્ર સંચાલકો - સ્ટ્રોંગ રૂમ - પરીક્ષા માટે મુકાયેલા ખાસ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી, નિરીક્ષણ કર્યું હતું.

આ પરીક્ષા અંગે કલેકટરનો સ્ટાફ ઉપરાંત ખાસ ૪ ડે.કલેકટરો અને ૪ મામલતદારોને પણ સ્પેશીયલ જવાબદારી સોંપાઇ છે.

(3:12 pm IST)