Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલતી માલવીયા નગર પોલીસ: કૃષ્ણનગર રોડ પરથી હાર્દિક ઉર્ફે ભાણાને પકડયો

રાજકોટઃ માલવીયાનગર પોલીસની ટીમે એક શખ્સને કૃષ્ણનગર રોડ પરથી પકડી લઈ એકટીવા ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાની  બાતમી પરથી કૃષ્ણનગર મેઈન રોડ, રવેચી ચાની હોટલ પાસેથી હાર્દીક ઉર્ફે ભાણો દિલીપભાઈ તેરૈયા ઉ.વ.-૨૧ ધંધો-મજુરી રહે-સિતારામ સોસાયટી, મેલડી માતાજીના મંદીર પાસે, હુડકો ચોકી પાછળ, કોઠારીયા રોડને એકટીવા  ટૂવહીલર સાથે પકડી એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરાવતા અન્ય વ્યક્તિના નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવતા તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે આ વાહન આજથી પચીસેક દીવસ પહેલા રાજકોટ કોઠારીયા રોડ, માધવ હોલ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ નાયબ પો.કમીશનર મનોહરસિંહ જાડેજા ઝોન-ર તથા એસીપી જે.એસ.ગેડમએ વાહન ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ તે અંતર્ગત હોન્ડા એક્ટીવા મોટર સાઈકલ નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબર ME4JF50AAKU468819 તથા એન્જીન નંબર જોતા JF50E/7468862 કિ.રૂ. ૩૫,૦૦૦નું કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે. તે અગાઉ દારૂના ગુનામાં પકડાયો હતો.

આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા તથા દિગ્પાલસિંહ જાડેજા તથા કમલેશભાઈ મોરી તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા કુલદીપસિંહ જાડેજા તથા હિતેષભાઇ અગ્રાવત સહિતે કરી હતી.

(2:05 pm IST)