Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રામનાથ મહાદેવ મંદિરનો માર્ગ ચોખ્‍ખો ચણાંક કરો : કોંગ્રેસ

શિવાલયો, હવેલી, તાજીયાના રૂટના સ્‍થળોએ સફાઇ ડ્રેનેજ, લાઇટીંગ સહિતની સુવિધાઓ ઉકેલવા રજુઆત

રાજકોટ, તા. ૧ :  શ્રાવણ માસ અને મહોરમ નિમિત્તે શહેરમાં કોંગ્રેસ દ્વારા મ્‍યુ. કમિશનરને આવેદન પાઠવી શિવાલયો, હવેલીઓ, તાજીયાના રૂટ સહિતની જગ્‍યાઓએ સફાઇ, ડ્રેનેજ, લાઇટીંગ વ્‍યવસ્‍થા, રસ્‍તાઓના ખાડા બુરવા તથા ઝાડની ડાળીઓ કાપવા અંગે રજુઆત કરી હતી.

આવેદનમાં જણાવ્‍યા મુજબ રામનાથ મહાદેવ મંદિર પાસે જે રીટનીંગ વોલ બનાવવામાં આવેલ હતી જે ગત વર્ષે પડી ગયેલ હોય અને અનેક વખત આપને રૂબરૂ મળેલ હોય જે હાલની સ્‍થિતિએ એક વર્ષ બાદ રબીસ તથા ગંદકીના ગંજ પણ તેમને તેમ જ હોય અને કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી જેથી સત્‍વરે કામગીરી કરાવવા ઉપરાંત  રામનાથપરા મુક્‍તિધામની સામે કબીરગેટ થી કબીરઆશ્રમ તથા વલ્લભ મહારાજજીની હવેલી તરફ જવાના માર્ગે પગપાળા ચાલી શકાતું નથી જેથી શ્રાવણ માસ દરમ્‍યાન લોકોને અનેક મુશ્‍કેલીઓ પડી રહી છે તે સત્‍વરે સમસ્‍યા હલ કરવા પણ જણાવેલ.

શહેરની રાજકોટની મોટામાં મોટી શ્રી વલ્લભમહારાજજીની હવેલીના રૂટ ઉપર બહુચરાજી નાકા થી દરબાર ગઢ સુધીમાં જ્‍યાં હવેલી આવેલ છે ત્‍યાં પગપાળા લોકો જઈ શકતા નથી જે રૂટ ઉપર તમામ ખાડાઓ બુરવા અંગેની વ્‍યવસ્‍થા કરવા  અને  રામનાથ પરામાં નીકળતા તાજીયાના રૂટ ઉપર સફાઈ, ડ્રેનેજ, લાઈટીંગ વ્‍યવસ્‍થા, ઝાડવાની ડાળીઓ કાપવી, ખાડાઓ બુરવા અંગે પગલા લેવા અનુરોધ કરેલ.

અંતમાં આવેદનમાં રામનાથ મહાદેવજી મંદિરે રોજના લાખ્‍ખો ભક્‍તો દર્શનાર્થે આવતા હોય ત્‍યારે રામનાથ મહાદેવ મંદિરે જવાના તમામ માર્ગો સત્‍વરે મેટલીંગ કામ, સી.સી. કામ અને જરૂર પડે ત્‍યાં પેવીંગ બ્‍લોક નાખવા તેમજ ડી.ડી.ટી.નો છંટકાવ કરાવવો, સાફ-સફાઈ કરાવવી, નડતરરૂપ ઝાડની ડાળીઓ કપાવવી, રોશની શાખા દ્વારા તમામ બંધ હાલતમાં પડેલ લાઈટો ચાલુ કરાવવી, રોજબરોજ ફોગીંગની કામગીરી કરાવવી, બે ટાઈમ સફાઈ કામદારોની નિમણુંક કરી સ્‍વચ્‍છતા જાળવવા પગલા લેવા, નડતરરૂપ દબાણો દુર કરવામાં આવે હાલ ત્‍યાં ગેરકાયદેસર રીતે મેળો ભરાતો હોય જેના નાણાઓ લેભાગુ તત્‍વો વસુલી રહ્યા છે તે બાબતે સત્‍વરે પગલા લેવા, ટ્રાફિક સમસ્‍યા ખુબ જ હોય ત્‍યારે પોલીસ લાઈન વાળો ગેઇટ ખોલાવી ર્પાકિંગ વ્‍યવસ્‍થા કરવામાં આવે જેથી લોકોને હેરાન થવું ને પડે છે.કોંગ્રેસ દ્વારા ડે. કમિ. ચેતન નંદાણીને આવેદન આપતી વખતે મહેશભાઈ રાજપુત મહામંત્રી- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ભાનુબેન સોરાણી, વિરોધપક્ષના નેતા-મનપા, પ્રદીપભાઈ ત્રિવેદી (પ્રમુખ-રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ), પ્રવીણભાઈ રાઠોડ (પૂર્વ વિરોધપક્ષના નેતા રાજકોટ મહાનગર પાલિકા), યુસુફભાઈ સોપારીવાલા લઘુમતી અગ્રણી, રણજીતભાઈ મુંધવા (મુખ્‍ય સંગઠક-સેવાદળ રાજકોટ શહેર કોંગ્રેસ), જયેશભાઈ ડોડીયા, બાલાભાઈ ભરવાડ, મનીષભાઈ છાટબાર, જીગ્નેશભાઈ ડોડીયા, (કાર્યકારી પ્રમુખ વોર્ડ ૦૭) ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:10 pm IST)