Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મવડી શ્રીનાથજી સોસાયટીમાં જાહેરમાં તીનપતી રમતા મહિલાઓ સહિત ૮ ઝડપાયા

માલવીયાનગર પોલીસનો દરોડો : વિશાલ, હિરેન, આશીષ, વિજય, હરેશ, ઇલાબેન, જયશ્રીબેન અને ભારતીબેનની ધરપકડ

રાજકોટ તા. ૧ : મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત આઠ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. અજયભાઇ વિકમા અને કોન્‍સ. અંકિતભાઇ નીમાવતને બાતમી મળતા શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૭માં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મવડી રોડ વિશ્વેશ્વર મંદિર પાછળ શોભના સોસાયટી શેરી નં. ૨ના વિશાલ જીતેન્‍દ્રભાઇ ભીમાણી, નવલનગર શેરી નં. ૯ના હિરેન મહેશભાઇ રાઠોડ, પારેવડી ચોક પાસે બેડીપરા જેરામ લુહારની શેરીમાં ભાડે રહેતો આશિષ જેન્‍તીભાઇ અમરેલીયા, શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૬ના હરેશ ઉકાભાઇ ગોહેલ, ઇલાબેન રાજેશભાઇ માલાણી, નવલનગર શેરી નં. ૯ના જયશ્રીબેન મહેશભાઇ રાઠોડ અને શેરી નં. ૬ના ભારતીબેન સંજયભાઇ રાઠોડને પકડી લઇ રૂા. ૧૦,૩૫૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, દિગ્‍પાલસિંહ જાડેજા, અજયભાઇ વીકમા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ ચાવડા, હિરેનભાઇ સોલંકી, અંકિતભાઇ નિમાવત, હરપાલસિંહ જાડેજા, હિતેશભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી.

 

(3:49 pm IST)