Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રેલનગરમાં એપાર્ટમેન્‍ટના ફલેટમાંથી દારૂની ૨૯ બોટલ સાથે જાહીદ ઉર્ફે જાવલો પકડાયો


પ્રનગર પોલીસનો દરોડો : ૭ હજારનો દારૂ કબ્‍જે
રાજકોટ,તા. ૧: રેલનગર આસ્‍થા ચોક પાસે આવેલા એપાર્ટમેન્‍ટમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ફલેટમાંથી દારૂની ૨૯ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ રેલનગર આસ્‍થા ચોક પાસે આવેલા શ્રીજી એપાર્ટમેન્‍ટમાં એક ફલેટમાં દારૂનો જથ્‍થો પડયો હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ તથા કોન્‍સ. યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા ફલેટ નં. ૧૦૪માં દરોડો પાડી રૂા. ૭૩૬૫ની કિંમતની દારૂની ૨૯ બોટલ સાથે ફલેટ માલીક જાહીદ ઉર્ફે જાવલો મહંમદ હુસેનભાઇ શેખ (ઉવ.૩૩)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ, કલ્‍પેશભાઇ ગોહિલ, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, જયેન્‍દ્રસિંહ પરમાર અને અનોપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

 

(3:48 pm IST)