Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળની બેઠકોનું ૪ માસ સુધી સમયપત્રક જાહેર

વહીવટી કાર્યમાં સરળતા રહે તે માટે પ્રથમવાર કાર્યક્રમ જાહેર કર્યા : કુલપતિ ભીમાણી

રાજકોટ તા. ૧ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ૪ માસ દરમિયાન યોજાનાર વિવિધ સત્તા મંડળની બેઠકોની અત્‍યારથી જ તારીખ જાહેર કરી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ જણાવ્‍યું છે કે સપ્‍ટેમ્‍બર, ઓકટોબર, નવેમ્‍બર, ડીસેમ્‍બર માસમાં યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળના સભ્‍યોની બેઠક માટે સમયપત્રક જાહેર કર્યું છે. ભવનના અધ્‍યાપકો - વહીવટી કર્મચારીઓને કામગીરીમાં સરળતા રહે અને બેઠક માટે પારદર્શકતા વધે તે માટે અત્‍યારથી જ આગામી ચાર માસ માટે સીન્‍ડીકેટ, એકેડેમીક કાઉન્‍સીલ, એસ્‍ટેટ, બીયુટી, ફાયનાન્‍સની બેઠકની તારીખ જાહેર કરવામાં આવી છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સર્વોચ્‍ચ સત્તા મંડળ સીન્‍ડીકેટની બેઠક તા. ૨૯ સપ્‍ટે, તા. ૨૭ ઓકટોબર, તા. ૨૪ નવે., તા. ૨૯ ડીસેમ્‍બર તેમજ એકેડેમીક કાઉન્‍સીલની બેઠક તા. ૧ સપ્‍ટેમ્‍બર, તા. ૬ ઓકટોબર, તા. ૩ નવેમ્‍બર, તા. ૧ ડીસેમ્‍બરના રોજ યોજાશે.

(3:33 pm IST)