Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રોટરી મીડટાઉન દ્વારા કાલે વિનામૂલ્‍યે દાંત, પેઢા, જડબાની વિનામૂલ્‍યે તપાસઃ રાહતદરે બત્રીસી

વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ ભેટ અપાશે

રાજકોટઃ રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-૬, પેટ્રીયા સ્‍યુટસ હોટેલની સામેના રોડ ખાતે  રોટરી ‘લલિતાલય' હોસ્‍પિટલ ખાતે આવતીકાલે તા.૨ના મંગળવારે વિનામૂલ્‍યે દાંત, પેઢા, જડબાના તમામ રોગો તથા રાહતદરે બત્રીસ (ચોકઠા) બનાવી અપાશે.

 આ કેમ્‍પમાં નામાંકિત ડેન્‍ટલ સર્જન ડો. ભૂષણ કાલરીયા, ડો. રોનક મણિયાર, ડો. હર્ષ પીપળીયા, ડો. મીલી ભટ્ટ, ડો. ધરા ધોળકિયા, ડો. કૈરવી જીવરાજાની વગેરે નિયમિત સેવા આપી રહ્યા છે.

પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ના જન્‍મદિવસના અનુસંધાન આયોજીત આ કેમ્‍પમાં લાભ લેવા અનુરોધ કરાયો છે. મો.૯૪૦૯૩ ૩૦૦૩૪ / ૯૪૦૯૩ ૩૦૦૩૫

આ ઉપરાંત ચિલ્‍ડ્રન હોમ ફોર ગર્લ્‍સ,  ચિલ્‍ડ્રન હોમ ફોર બોયઝ, માનસિક ક્ષતિવાળા બાળકો અને પુરૂષોનું ગૃહ, મનોદિવ્‍યાંગ બહેનોનું ગૃહમાં વિધ્‍યાર્થી તેમજ વિધ્‍યાર્થીનીઓને સ્‍કૂલબેગ ભેટ આપવામાં આવશે.

(4:44 pm IST)