Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કારના સોદાના નામે બજરંગવાડીના પાર્થ મહેતા સાથે ચિરાગ દોશીની ૭.૩૦ લાખની ઠગાઈ: ગાંધીગ્રામ પોલીસે દાખલ કરી ફરિયાદ

રાજકોટ: આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે પાર્થ રાજેન્દ્રભાઇ મહેતા લોહાણા (ઉ.વ.૨૩ ધંધો વેપાર રહે. બજરંગવાડી શેરી નં. -૪ સત્યપ્રકાશ સ્કુલ સામે જામનગર રોડ રાજકોટ)ની ફરિયાદ પરથી ચીરાગ દીનેશભાઇ દોશી (રહે. દયાનંદનગર વાણીયાવાડી મેઇન રોડ ભક્તિ નગર સર્કલ પાસે રાજકોટ) વિરૂદ્ધ આઇ.પી.સી કલમ ૪૦૬,૪૨૦ મુજબ ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

આ બનાવ ઇન્દિરા સર્કલ પાસે પાર્થ પ્લાઝા પાસે બન્યો હતો. આરોપી ચિરાગે ક્વીકર એપ હોન્ડા એકોર્ડ કાર રજી .નં GJ-03 CE - 4123ના ફોટા મુકી વેચાણ કરવા મુકેલ હોઈ જેના આધારે ફરીયાદી પાર્થએ આરોપી ચિરાગનો સંપર્ક કરી ઇન્દિરા સર્કલ પાસે કાર બતાવી કારનો સોદો રૂ. ૩,૭૫,૦૦૦માં કરી તે મુજબની રકમ ફરીયાદીએ આરોપી ચિરાગને આપી હતી. છતા તેણે કાર ફરીયાદી પાર્થના નામે ટ્રાન્સફર ન કરી નહોતી.

  આ ઉપરાંત જે તે સમયે ફરીયાદીએ પોતાની પેઢીના એકાઉન્ટમાંથી ઉપરોક્ત રકમ પૈકી રૂ. ૩,૫૫,૫૫૧ આરોપી ચિરાગના એકાઉન્ટમાં જમા કરેલ હોય જે પેઢીની એન્ટ્રી સુલટાવવા આરોપીએ વીશ્વાસ અપાવેલ કે તમો મારા એકાઉન્ટમાં રકમ જમા કરાવો એટલે હું રીટર્ન જમા કરી દઇશ. જેથી ફરીયાદીએ બીજીવાર રૂ. ૩,૫૫,૦૦૦ આરોપીના કેનેરા બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ હોઈ તે રકમ પણ પરત ન આપી ફરીયાદીના કુલ રૂ. ૭, ૩૦,૫૫૧ ઓળવી જઇ કાર ફરીયાદીના નામે ટ્રાન્સફર ન કરી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાનો આરોપ મુકતા પીઆઇ જી.એમ.હડિયાની રાહબરીમાં પીએસઆઇ એમ.વી.લુવા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(10:38 am IST)