Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નરેન્‍દ્રભાઇ મોદીના ૮ વર્ષના શાસનમાં ભારતે વિશ્વમાં આગવુ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ : પ્રદિપ ડવ

સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોને અનેક સુવિધાઓ મળી

રાજકોટ, તા. ૧ : મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કર પટેલ, ડે.મેયર દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા એક યાદીમાં જણાવે છે કે દેશના માન. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શાસનના ૮ વર્ષ પૂર્ણ કરેલ છે. ૅસબકા સાથ, સબકા વિકાસૅ નાં સૂત્રને ૅસબકા વિશ્વાસ, સબકા પ્રયાસૅ સાથે વધુ વ્‍યાપક અને સફળ બનાવી સરકારે ૮ વર્ષના શાસનમાં અનેક સિદ્ધિઓ હાસેલ કરેલ છે. દેશના તમામ સમાજોને સ્‍પર્શતા અનેક નિર્ણય કરેલ છે. સરકારની જુદી જુદી યોજનાનો લોકો સુધી પહોચે તેની ખાસ કાળજી લીધેલ છે. ભારત સરકાર દ્વારા જમ્‍મુ કાશ્‍મીરની કલમ ૩૭૦ અને ૩૫(એ)ની નાબૂદી, માળખાકીય સુવિધાઓનો વિકાસ, મહિલાના ઉત્‍કર્ષ માટે પણ અનેક યોજનાઓ હાથ ધરેલ જેમ કે ઉજજવલા યોજના, મુદ્રા યોજના લોન, પ્રધાનમંત્રી માતળવંદના હેઠળ આર્થીક સહાય, સુકન્‍યા સમળધી યોજના, ત્રીપલ તલાકની નાબુદી, નલસે જલ યોજના, ઘરવિહોણા નાગરિકોને આવાસ, પ્રધાનમંત્રી કિસાન સન્‍માન યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય, કોવિડ મહામારી દરમ્‍યાન જરૂરિયાતમંદ ગરીબ લોકોને વિનામૂલ્‍યે અનાજ, તમામ દેશવાસીઓને નિઃશૂલ્‍ક કોવિડ વિકસીન, આયુષ્‍યમાન ભારત હેલ્‍થ સ્‍કીમ, વિગેરે જેવા ઐતિહાસિક નિર્ણય કરેલ છે. તો સાથોસાથ અફઘાનિસ્‍તાનની રાજકીય કટોકટી અને તાજેતરના યુક્રેન-રશિયા યુધ્‍ધની પરિસ્‍થિતિમાંથી દેશવાસીઓને વતન લાવવા રેસ્‍કયુ ઓપરેશન પણ સફળતાપૂર્વક હાથ ધર્યા હતાં, જ્‍યારે આતંકી હુમલા બાદ પાકિસ્‍તાનની ધરતી પર ઘૂસીને આતંકીઓનો સફાયો કરવા સર્જીકલ સ્‍ટ્રાઈક, અયોધ્‍યામાં  રામ મંદિરનાં નિર્માણ કાર્યનો પ્રારંભ, દેશની આઝાદી ૭૫ વર્ષની ઉજવણી રૂપે આઝાદી કા અમળત મહોત્‍સવ, વગેરેનો ઉલ્લેખ કરવો રહ્યો. વિશેષમાં સને ૨૦૨૨ માં ભારતની અર્થવ્‍યવસ્‍થા વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્‍યવસ્‍થા ધરાવતા દેશોમાં સામેલ થઇ ચુકી છે. સને ૨૦૨૧માં વિશ્વના કુલ ડિજિટલ પેમેન્‍ટ પૈકી ૪૦ ટકા આર્થિક વ્‍યવહારો ભારતમાં નોંધાયા છે. ભારત સરકારે રૂ.૨૦ લાખ કરોડનું આત્‍મનિર્ભર ભારત પેકેજ જાહેર કરી દેશને સ્‍વનિર્ભર બનાવવાની દિશામાં એક નવી પહેલ અને નવી કૂચ કરી છે તે અત્રે નોંધવું રહ્યું
 પ્રધાનમંત્રીએ દેશને આત્‍મનિર્ભર બનાવા ખુબ જ કામગીરી કરેલ છે જે આજે  આજે તેનો પરિણામ મળી રહેલ છે. મેક ઇન ઇયિા તેમજ ડીજીટલ ક્ષત્રે ગ્રામીણ વિસ્‍તારોમાં પણ સુવિધાઓ આપવામાં આવેલ છે. ૨૦૨૨ સુધીમાં દેશના ગરીબ માણસોને ઘરનું ઘર મળે તે માટે અભિયાન શરુ કરી કરોડોની સંખ્‍યામાં આવાસો બનાવામાં આવેલ છે. તેમજ શોચાલ્‍યો, વીજળી, ધન ધન્‍ય યોજના હેઠળ  બેંક ખાતાઓ ખેડૂતો ને પુરતા ભાવો મળે ખેતી આધુનીકરણ માટે આર્થિક સહાય, નલ સે જળ સિંચાઇ માટે પાણીની સુવિધા જેવા અનેક નિર્ણય કરેલ છે.
સ્‍વચ્‍છ ભારત મિશન લોન્‍ચ કરી દેશ આજે સ્‍વચ્‍છતામાં અગ્રેસર જોવા મળી રહ્યુ છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શન કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ સમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોરોના કાળમાં વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ તબાહી મચાવેલ ત્‍યારે માન.પ્રધાનમંત્રી પોતાની આગવી શુજબુજ થી ખુબ જ કામગીરી કરેલ અને કોરોના સામે રક્ષણ માટે દેશના નાગરિકોને વિના મુલ્‍યે રસીકરણ આપવામાં આવેલ અને વિશ્વનું સૌથી વધુ વેક્‍સીન હાથ ધરી દેશના નાગરિકોનું સુરક્ષા પૂરી પાડેલ છે. કોરોના કપરા કાળમાં કરોડો દેશવાસીઓને ૨ વર્ષ સુધી વિના મુલ્‍યે અનાજ આપેલ છે. આજે વિશ્વમાં ભારત એક અગ્રેસર દેશ તરીકે ઉપસી રહ્યું છે. માન.પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ  રાત દિવસ દેશના વિકાસ માટે યોગદાન આપી રહ્યા છે. જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.  

 

(4:06 pm IST)