Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

અમીન માર્ગ ઉપર રાત્રે પણ ગાયોની હડિયોપટ્ટીઃ લત્તાવાસીઓની વ્‍યથા કોઈક તો સાંભળો...

રાજકોટઃ શહેરના ધમધમતા કાલાવડ રોડની પેરેલલ અને એવો જ ધમધમાટ જયાં પ્રવર્તે છે તેવા અમીન માર્ગ ઉપર રાત્રે આંટો મારવા નિકળો તો ગાય સહિતના ઢોરનો જમાવડો જોવા જેવો હોય છે. આ અંગે અહિંના રહેવાસીઓએ અવારનવાર કમ્‍પલેઈન કરી છે, કરે છે, પણ કોઈ સાંભળતું નથી. હવે યુવા મેયર શ્રી પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન શ્રી પુષ્‍કર પટેલ, તરવરિયા મ્‍યુનિ. કમિશ્નર શ્રી અમિત અરોરા અને ભાજપના શહેર અધ્‍યક્ષ શ્રી કમલેશ મિરાણીના કાને જો આ વ્‍યથા અથડાય અને કોઈ નકકર પગલા લેવાય તેવી આ વિસ્‍તારના લોકોમાં લાગણી પ્રવર્તે છે.

(3:36 pm IST)