Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

મેખાટીંબીના ત્રણ બહેનના એક જ ભાઇ અલ્‍પેશભાઇ વેકરીયાનું વરજાંગજાળીયા પાસે કારની ઠોકરે મોત

ઉપલેટાથી ખેતરની દવા લઇને આવતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ પટેલ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧: ઉપલેટાના વરજાંગજાળીયાના પાટીયા પાસે કારની ઠોકરે બાઇક ચડી જતાં મેખાટીંબીના પટેલ ખેડૂતને ગંભીર ઇજા થતાં રાજકોટ સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
મેખાટીંબી રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં અલ્‍પેશભાઇ રમેશભાઇ વેકરીયા (ઉ.૪૭) તા. ૨૩/૫ના રોજ બાઇક લઇને ઉપલેટા ખેતર માટે જંતુનાશક દવા લેવા ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે વરજાંગજાળીયાના પાટીયા પાસે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ઉપલેટા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખાનગીમાં અને ત્‍યાંથી ૨૭મીએ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી હતી.
મૃત્‍યુ પામનાર અલ્‍પેશભાઇ ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મોભીના મોતથી વેકરીયા-પટેલ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસે અકસ્‍માત સર્જનાર કાર ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

 

(10:52 am IST)