Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૪-ઓગસ્ટ ર૦ર૧ મંગળવાર
શ્રાવણ વદ-ર
મંગળા ગૌરી પૂજન
સિધ્ધિ યોગ -૧૯-૪૭થી
રાજયોગ યોગ-૧૯૪૭થી
પંચક
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-કુંભ
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-કુંભ
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-ર૮,
સૂર્યાસ્ત-૭-૧૦
જૈન નવકારશી- ૭-૧૬
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧૩-૪૧થી મીન (દ.ચ.ઝ. થ.)
નક્ષત્ર- પૂર્વાભાદ્રપ્રદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૪થી અભિજીત ૧૩-૧૪ સુધી
૯-૩૯ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૪ સુધી ૧પ-પ૯ થી શુભ
૧૭-૩પ સુધી ર૦-૩પ થી લાભ ર૧-પ૯ સુધી, ર૩-ર૪ થી શુભ ર૪-૪૯ સુધી
શુભ હોરા
૮-૩પ થી ૧૧-૪૬ સુધી, ૧ર-૪૯ થી ૧૩-પર સુધી, ૧પ-પ૯ થી ૧૯-૧૦ સુધી, ર૦-૦૬ થી ર૧-૦૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
- જન્મ કુંડલીમા જો શુક્ર કેન્દ્ર સ્થાનમાં હોય તો આવી વ્યકિતને લકઝરી લાઇનથી વિશેષ લાભ મળી શકે છે કોમ્પ્યુટર લાઇન આર્ટ લાઇનમાં વિશેષ અનુકુળતા રહે છે. જો જન્મના શુક્ર ની સાથે ચંદ્ર હોય તો થોડી ખર્ચાળ વૃતિ રહે છે. જો શુક - ચંદ્રની ઉપર ગુરૂની દ્રષ્ટિ હોય તો આવી વ્યકિતના લગ્ન કયારેક મોડા થાય છે. અથવા લવ મેરેજના યોગ બને છે અને આવી વ્યકિત હમેંશા પોતાના વિચારોને વળગી રહે છે. શુક્રની મહાદશામાં વિદેશ જવાની તક ઉભી થાય છે. જો શુક્ર અને ચંદ્ર શનિની દ્રષ્ટિમાં હોય તો લગ્ન જીવનમાં તનાવ રહે છે. રોજ ગાયને રોટલીને ગોળ દેવો મિત્રતા બાબત સતર્કતા રાખવી કોઇ ખોટી વ્યકિત સાથે વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.