Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૮ ઓગષ્ટ-ર૦ર૧ રવિવાર
દર્શ અમાસ
એવ્રત - જીવ્રત-દિવાસો
હરિયાળી અમાસ
અન્યાધાન- દીપ પૂજા
નકતવ્રત આરંભ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કર્ક
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-રર,
સૂર્યાસ્ત-૭-રર,
જૈન નવકારશી- ૭-૦૦
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર- પૂષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત- ૧૩-૧૮ સુધી
૮-૦૦ થી ચલ-લાભ-અમૃત ૧ર-પર સુધી ૧૪-૩૦ થી શુભ-૧૬-૦૭ સુધી
૧૯-રર થી શુભ-અમૃત-ચલ
ર૩-૩૦ સુધી
શુભ હોરા
૭-ર૮ થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૭ થી ૧ર-પર સુધી, ૧પ-૦ર થી ૧૮-૧૭ સુધી, ૧૯-રર થી ર૦-૧૭ સુધી
બ્રહ્માંડના સીતારા
વ્યકિત જો પોતે શ્રધ્ધાપૂર્વક કોઇ પણ વ્રત જાપ કરે તો તેને જરૂરથી તેનું સારૂ ફળ મળે છે. આજે બહેનો માટે એ વ્રત જીવ્રતના વ્રતનો દિવસ છે. દીપ પૂજાનો દિવસ છે. લોકોની માનસીક સ્થિતિ કયારેક બગડી જાય છે. કોઇ વખત ગ્રહોની સ્થિતિ સારી નથી હોતી કોઇ વખત ઉધારીમાં નાણા ફસાઇ ગયા હોય છે તો આવક નથી થતી ધંધામાં નાણાભીડ ઉભી થાય છે. પરિવારના સભ્યોની સાથે મતભેદો રહે છે. અહીં કયારેક વધુ પડતી મહત્વકાંક્ષા જીવનમાં ખુબ જ મુશ્કેલીઓ ઉભી કરે છે. અમાસનો દિવસ એ પવિત્ર દિવસ હોય છે. આજના દિવસે જન્મેલા બાળકો ખુબ જ નસીબદાર હોય છે. જેથી અમાસને દિવસે જન્મેલા બાળકો ભારે નસીબ લઇને જન્મે છે. તેવી ભ્રામક વાતોથી દૂર રહેજો. અહીં આજના દિવસે અમુક રકમ ચેરીટી માટે કાઢવી - જરૂરીયાતવાળી દાન આપવું.