Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

શ્રાવણ સત્‍સંગ

ભકતજનની ભીડ ભાંગે ભોળનાથ

દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરવી, આશુતોષ, ઔઢરદાનીને ભજવાથી પૂણ્‍ય પ્રાપ્ત થાય છે. આમ તો ભોળાનાથને કોઇપણ દિને પૂજા પ્રાર્થના કરી શકાય, પરંતુ એમાયે જો શ્રાવણ માસ જેવો પવિત્ર માસ હોય અને શ્રાવણીયો સોમવાર હોય એ દિને ભોળાનાથની ઉપાસના કરવાથી બમણુ પૂણ્‍ય પ્રાપ્ત થાય છે.

ભકતની ભીડ ભાંગે એ જ ભોળાનાથને એકાંત પસંદ છે. ઝાકમઝોળ પણ મળે નહી તો ચાલે, આમ તો દેવાધિદેવનો વાસ પહાડો, જંગલો કે સ્‍મશાન હોય છે.

વાણી વિચારની ભાષા છે, કલા હૃદયની અને સદાચાર ધાર્મિકતાની એટલે કે જીવનની ભાષા શ્રાવણ માસના પવિત્ર દિનો મહાકાલ મહાદેવજીને અતિપ્રિય છે. અને તેઓ ભકતનું હંમેશા કલ્‍યાણ કરે છે, તેઓ આ સૃષ્‍ટિનું ભલુ જ કરેછે., આવા મહાદેવજીને ખરા હૃદયથી સાચા દિલથી પુજા, પાઠ કરીએ એટલે સરળ, ભોળા મહાદેવજી હાજરા હજુર છ.ે જગતથી તરછોડાયેલાનો ઓટલો છ.ે અને ગરીબોનો રોટલો છે.

તેમના ગળામાં નાગનું આભુષણ છે દર્દનો કયાંય ઉપાય મળે નહી ત્‍યારે ભોળનાથ પાસે જવું પડે. તેઓ તુરત પ્રસન્ન થનારા છે.

એક લોટો જળ, અને બિલીપત્ર ચડાવો એટલે પ્રભુ ખુશ, એક બીલીપત્રમાં ત્રણ પાનનું ઝુમખુ હોય છે એટલે ભોળાનાથ ત્રિદેવ સ્‍વરૂપ મનાય છે. પાંચ પાનનું જો બીલીપત્ર મળે તો તે અતિ શુકનિયાળ ગણાય છે.

હિમાલયમાં ઘટાટોપ જંગલો છે ચરક સંહિતામાં બીલીપત્રને શ્રેષ્‍ઠ ઔષધી મનાય છે.

જટામાં ગંગાજીને ધારણ કરનારા સદાશિવ આ જગતના લોકોના પાપ ધોવા માટે આવે છે અને ભકતજનો પર આશિષ વરસાવે છ.ે

હંમેશા જંગલની વસ્‍તુઓ પસંદ કરતા ત્રિલોકનાથને ધતુરાનું પુષ્‍પ પસંદ છે. અને ધતુરાનું કુલ ચડાવાય છે. બીજા કોઇ દેવને નહી.

મહાદેવજીના મંદિરમાં પોઠીયો શકિતનું અને કાચબો સહનશકિતનું પ્રતિક મનાય છે. અને ભોળાનાથ સદૈવ પોતાની સાથે રાખે છ.ે શ્રાવણ માસમાં ઉપવાસ કે એકટાણા લોકોના સ્‍વાસથ્‍ય માટે ઉપકારક છે.

શિવ મંદિરમાં ગળતીમાંથી  ટપકતી જલધારાના દર્શનથી આંખ અને અંતરને શાતા મળે છે.

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય આ જગતનો શ્રેષ્‍ઠ મંત્ર છે. મહાદેવજીની ત્રીજી આંખનું આંખુ...રૂદ્રાક્ષની માળાથી જપ કરવાથી ભકતજનની સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:37 am IST)
  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST