Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સુંદરને શોધવા ભલે આપણે સમગ્ર ભૂમિ પર ભટકીએ. પણ જો તે પોતાની અંદર ન હોય તો તે બીજે કયાંય પ્રાપ્ત કરવાનું અસંભવિત છે.

અંધકારમાં પ્રકાશ કરવા માટે મોટા મોટા શાસ્ત્ર કોઇ કામમાં આવતા. નથી. એક માટીનો દીવો પ્રગટાવો બસ છે.

પુષ્પને સમગ્ર જગત પુષ્પ છે. અને કાંટાને કાંટા. સત્યના આગમનની શરત છે : ચિત્તની પૂર્ણ સ્વતંત્રતા, જયાં સુધી સર્વમાં શિવ અને સુંદરનું દર્શન થવા ન લાગે ત્યાં સધુી જાણવું જોઇએ કે પોતાનામાં જ કોઇ ખોડ બાકી રહી ગઇ છે.

પ્રભુને પામવાની આકાંક્ષા ધરાવો તો પાપ પોતાની મેળે છૂટી જાય છે.

જે વ્યકિત સર્વ કંઇ ખોઇને પણ પોતાને બચાવી લે છેએ જ સમજદાર છે.

બંધાવાની ઇચ્છા હોય તો અનંત આકાશથી બંધાઓ અને કેદખાનું બનાવવું હોય તો માણસ માટે આ વિશ્વથી નાનું કોઇ કારાગૃહ નથી.

મનુષ્ય જ્યાં સુધી પોતાના આંતરિક બંધનમાંથી મુકત ન થાય ત્યાં સુધી તેસાચા અર્થમાં મનુષ્ય પણ નથી બનતો.

જેઓ આંતરિક બંધનોથી મોકળા બને છ.ેતેમને માટે બહારના બધાં કારાગૃહો પણ ઉઘાડાં થઇ જાય છે. જે મનુષ્ય પોતાની આંધળી વાસના અને અચેતન વૃત્તિઓના બંધનમાં હોય છે તે મનુષ્ય, મનુષ્ય નહિ પણ પશું છે.

સત્ય અપાતું નથી, તે લેનારે પોતે જ મેળવવું પડે છ.ે-પોતે જ સત્યમય બનવું પડે છ.ે

જીનમાં જે કંઇ શ્રેષ્ઠ છે તે વિનામૂલ્ય મળતું નથી.

પુરૂષાર્થ વિના સ્વતંત્રતા ઇચ્છવી એ દુર્ભાગ્ય છે. પાંજરાઓમાં કેદ થયેલા પક્ષીઓ અને વાસનાઓની કેદમાં પડેલા આત્માઓના જીવનમાં કોઇ ભેદ નથી. વિવેક જ્યારે વાસનાથી મુકત થાય છે. ત્યારે વાસ્તવિક જીવનમાં પ્રવેશ થાય છ.ે

જેઓ એ જાણતા નથી તેમને માટે સીડી પણ અવરોધ બની જાય છે.

જે પોતાનાથી તૃપ્ત થઇ જાય છે. તે નષ્ટ થઇ જાય છે. જે ધર્મ નથી  શોધતો તે જાણ્યે-અજાણ્યે અધર્મમાં જીવે છે. જે પ્રકાશની દિશામાં ગતિ નથીકરતો તે વધુને વધુ અંધકારમાં તણાય છે.

સત્યની અભીપ્સા જેમાં નથી, સ્વતંત્ર નહી થઇ શકે. સત્ય સ્વતંત્રતા લાવે છે.

પરતંત્ર ચિત્તભુમિમાં પરમાત્માના ફુલ નથી ખીલતા. જે ચિત્તને શુદ્ર પર કેન્દ્રિત કરે છેતે શુદ્ર બને છે.  જે અનંતના ઉંડાણની આકાંક્ષા સેવે છે તે પોતે અનંત બને છ.ે પ્રેમ બંધન નથી, પરમ મુકિત છે.

અજ્ઞાની ત્યાગ કરે છે, જ્ઞાનીથી ત્યાગ થઇ જાય છે. અજ્ઞાનીને ત્યાગનું સ્મરણ થાય છે તથા તેમાં તૃપ્તિ અને પુષ્ટિ થાય છે.

જ્ઞાનીને ત્યાગનું સ્મરણ પણ થતું નથી. તેને ખબર પણ નથી રહેતી કે શું તેનાથી છૂટી ગયું. તેની સ્મૃતિ અને બુધ્ધિ તો જે મળ્યું છે તેના આનંદમાં મગન હોય છે!

અહંકારી જેવું દીનહીન આ જગતમાં બીજું કોઇ નથી. તે બિલકુલ કરૂણાપાત્ર છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:57 am IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST