News of Monday, 12th February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

ધ્યાન રાખજો, સર્જનાત્મ રીતે જો તમે પ્રેમને આકર્ષિત કરી શકો, તો પુણ્ય છે. જો વિધ્વંસાત્મક રીતે તમે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું તો પાપ છે. કોઇને નુકસાન પહોંચાડીને, કોઇ કુરૂપ અને ભદ્દી રીતે જો તમે લોકોની નજર તમારી તરફ ફેરવી, તો તમે કાંઇ પોતાનું હિત નથી કર્યું તમે એનાથી વધારેમાં વધારે દુઃખી થઇ જશો. અને રોજ રોજ તમને તમારા પોતાના ચહેરા ઉપર દુઃખની કાલિમા ઓઢી લેવી પડશે. તમારા દુઃખમાં તમારો ન્યસ્ત થઇ જશે.

દુઃખઃ તમે દુઃખથી આખા જગતને જોશો તો આખું જગત ઉદાસ લાગશે બધી બાજુ મૃત્યુ લખેલું લાગશે. બધી બાજુ સ્મશાન ફેલાયેલું લાગશે. પછી તમે તમારી જાતને ચોંકાવો, જગાડો, ફરીથી આંખો ખોલો, હસી, ગીત ગાઇને, નાચીને જગતને જુઓ. તમે જોશો કે સ્મશાન ખોવાઇ ગયું. આ બાજુ શું તમે નાચ્યા, કે તે બાજુ સ્મશાન ના રહ્યું ! આખું વિશ્વ તમારી સાથે નાચવા લાગ્યું. રડો, તો આખું વિશ્વ તમારી સાથે રડતું લાગશે, હસો, તો આખું વિશ્વ તમારી સાથે હસતું લાગશે. કારણ કે તમારૂ દૃષ્ટિકોણ જ તમારૃં જગત છે. અને તમે એ જ જગતમાં રહો છો, જે તમે બનાવો છો, તમારા જ બનાવેલા જગતમાં તમે રહો છો. કોઇ બીજું તમને જગત આપી નથી જતું, તમે જ હરહંમેશા નિર્મિત કરો છો.

સંન્યાસઃ જીવનમાં જે કાંઇ શુભ છે, સુંદર છે, સત્ય છે, સંન્યાસ એ બધાનું સમન્વય સંગીત છે સંન્યાસ સિવાય જીવનમાં સુવાસ અસંભવ છે. જીવન પોતાનામાં મુળથી વધારે નથી, સંન્યાસનું ફુલ જયાં સુધી ના ખીલે ત્યાં સુધી જીવનનો અર્થ આનંદ અને અહોભાવ પ્રાપ્ત નથી થતા.

ધ્યાનનું જળ સીંચતા રહો. સંન્યાસનું ફુલ ખીલશે જ. પરંતુ સતત પ્રયાસ જોઇએ. હૃદયની ધડકન-ધડકનમાં ધ્યાનનો નાદ ભરવાનો છે.

અહીં કોઇ, કોઇનું સુખ છીનવી નથી શકતા અહીં પ્રત્યેક વ્યકિત સુખી થઇ શકે છે, પોતાની અંદર પહોંચીને, અને પોતાની બહાર દોડીને, પ્રત્યેક વ્યકિત દુઃખી થઇ જાય છે. દુઃખ એટલે બહાર, સુખ એટલે અંદર. બહાર દોડીશું તો સંઘર્ષ છે, હિંસા છે, વૈમન્સ્ય છે, શોષણ છે. અને જો  અંદર આવીશું તો નથી હિંસા, નથી શોષણ, નથી વૈમન્સ્ય. જે પોતાના સુખમાં સ્થિર થાય, એની પાસે સુખના તરંગો ઉઠે છે. એની પાસે જે આવશે તે પણ એ ગીતમાં ડૂબશે.

જીવનને જાણવું હોય તો જીવો,

જીવનમાં જ જીવન છે, જીવવામાં જ જીવન છે.

સ્વાર્થ શબ્દનો અર્થ સમજો છો? શબ્દ ખૂબ વહાલો છે, પરંતુ ખોટા હાથોમાં પડી ગયો છે. સ્વાર્થના અર્થ થાય છે-આત્માર્થ. પોતાનું સુખ, સ્વનો અર્થ, હું તો સ્વાર્થ શબ્દમાં કોઇ ખરાબી નથી જો તો. હું તો બિલકુલ પક્ષમાં છું. હું તો કહું છું કે ધર્મનો અર્થ જ સ્વાર્થ છે. કારણ કે ધર્મનો અર્થ સ્વભાવ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:39 am IST)
  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST