Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021
અવસાન નોંધ

સોનલબેન શાહ

મુંબઇ : રાજકોટ નિવાસી હાલ વડાલા, મુંબઇ, કાન્તાબેન મનસુખભાઇ ખીમચંદ શાહના સુપુત્ર નરેશભાઇ (રાજુભાઇ)ના ધર્મપત્નિ સોનલ (ઉવ.૪૯) તે ચિ. ભૂમીના માતૃશ્રી, સ્વ. દિલીપભાઇ, કમલભાઇ અને મહેશભાઇના નાનાભાઇના પત્નિ, પિયરપક્ષે ગં.સ્વ. કિરણબેન કિશોરભાઇ કામદારના પુત્રી તેમજ સુહાગભાઇ, કલ્પેશભાઇના મોટા બહેન તા. ૧૬ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

તારામતીબેન પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુતાર દરજી જ્ઞાતિ જેઠામેઘજીવાળા નરેન્દ્રભાઈ જે. પીઠડીયાના ધર્મપત્નિ સ્વ.તારામતીબેન (નિવૃત એફએસડબલ્યુ), જે સ્વ.જીતેન્દ્રભાઈ, સ્વ.ભુપેન્દ્રભાઈ, નિરંજનભાઈ તથા ચારૂબેનના ભાઈ પત્ની અને જીજ્ઞાશાબેન વિમલભાઈ વાઘેલા (જુનાગઢ) તથા હિનાબેન વિશાલભાઈ કવાના માતુશ્રી તથા જામનગરવાળા સ્વ.દયાળજીભાઈ જીવાભાઈ જાખરીયા અને હરૂભાઈ તથા નટુભાઈના બહેનનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. મો.૯૯૭૯૧ ૧૧૫૫૭, મો.૮૩૨૦૫ ૨૦૩૭૬, મો.૮૧૪૦૫ ૪૦૫૦૮

ચંદનબેન વરૂ (પરમાર)

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા કેશવલાલ લાઘાભાઈ વરૂ (પરમાર)ના પત્નિ તથા હિનેશભાઈના માતુશ્રી તથા તેજસરાજના દાદી તથા પારૂલબેન વિપુલભાઈ સોલંકીના માતુશ્રી તથા પરસોત્તમ કાનજીભાઈ મકવાણાના પુત્રી, સ્વ.ચંદનબેન કેશવલાલ વરૂ (પરમાર) (ઉ.વ.૭૨)નું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. સ્થળઃ- મોરબી રોડ, ઓવરબ્રીજ પછી સાગર પાર્ક વાળી શેરીમાં કબિર ધામપાર્ક, રાજકોટ, મો.૯૯૦૪૮ ૪૩૭૬૪, મો.૭૦૪૩૫ ૦૭૮૧૦

ભૂપેન્દ્રભાઈ ગાંધી

રાજકોટઃ હાલાઈ ભાટિયા જામનગર સ્વ.ભુપેન્દ્રભાઈ જીવણદાસ નેગાંધી (ઉ.વ.૭૨) તે જીવણદાસ હિરજી ધોરમ (મલમ વાળા)ના પુત્ર તેમજ સ્વ.જયંતકુમાર (ભાઈલા ભાઈ), સ્વ.બીપીનભાઈ, ભરતભાઈ, દીપકભાઈના ભાઈ તથા સ્વ.ડોકટર છોટુભાઈ ગોકળ ગાંધી નવાગામ વાળાના જમાઈ તથા કેતનભાઈ ભાટીયા, લીના (સોનલ), ધૃતિના પિતાશ્રી તેમજ મીનાક્ષી, જીતલ કુમાર, તેજસકુમારના સસરા તેમજ જયવીર, ધ્વનિના દાદાશ્રી તેજમ ઓજસ્વી, ધનસ્વી તથા હીરના નાના તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ સાંજે ૫ થી ૬ દરમિયાન રાખેલ છે. કેતન નેગાંધી (ભાટીયા) મો.૮૮૪૯૧ ૭૨૭૬૧, દિપકભાઈ ધોરમ મો.૯૪૨૭૭ ૭૫૪૧૧, નિલેશભાઈ ધોરમ મો.૯૯૨૪૪ ૨૩૯૮૫, નિમેશભાઈ ધોરમ મો.૯૪૨૬૨ ૫૭૩૫૮

ખીમચંદભાઇ આડેશરા

વાંકાનેરઃ સ્વ. શાંતિલાલ નનુભાઇ બારભાયાના જમાઇ જયપુર નીવાસી સોની ખીમચંદભાઇ પીંતાંબરદાસ આડેશરા (ઉ.૬પ) ને જયંતીભાઇ બારભાયા, સ્વ. પ્રવિણભાઇ રમેશભાઇ, હસુભાઇ તથા ભરતભાઇના બનેવીનું તા.૧૭ ના અવસાન થયેલ છે. સદ્દગતનું પીયર પક્ષ ટેલીફોનીક બેસણું તા.૧૯ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ૧૪/૪ લક્ષ્મીવાડી-કેશરીનંદન-રાજકોટ ખાતે રાખેલ છે. જયંતીભાઇ બારભાયા મો.૯૮૯૮૯ ર૩ર૪પ, રમેશભાઇ બારભાયા મો.૯૮૯૮પ ૩૯૪૦૯

ઉર્મિલાબેન મજીઠીયા

વાંકાનેરઃ વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ સ્વ. નટવરલાલ વેલજીભાઇ મજીઠીયાના પુત્રવધુ તે ભરતભાઇના પત્ની ઉર્મિલાબેન ઉ.પ૮ તે પ્રદિપભાઇ તથા અીનશભાઇના ભાભી તથા મયુરભાઇ અને કિંજલબેન સંદીપકુમારના માતુશ્રી  તેમજ સ્વ. રમણીકલાલ જમનાદાસ ભોજાણીના દીકરીનું તા.૧૭ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૯/૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ જેઠીબાઇની ભોજનશાળા, ધર્મચોક-વાંકાનેર રાખેલ છે. મયુરભાઇ મો.૯૯૭૯૮ ૮૩૪૧૧

હસુમતીબેન ખખ્ખર

રાજકોટઃ નિવાસી સ્વ.હસુમતીબેન નારણદાસ ખખ્ખર (ઉ.વ.૭૫) જે ભરત ફરસાણવાળા ભરતભાઇ તથા હિતેશભાઈના માતુશ્રીનું તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૧૯ સોમવાર સમય સાંજે ૫ કલાકે, તેમના નિવાસ સ્થાને નાગેશ્વર રોડ, એપલ ગ્રીન એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર રાખેલ છે. ભરતભાઈ મો.૯૮૨૪૬ ૨૧૧૯૩, હિતેષભાઈ મો.૯૮૨૪૧ ૯૬૯૬૮

પ્રફુલાબેન હિંગુ

રાજકોટ : પ્રફુલાબેન અશ્વિનભાઇ હિંગુ તે અશ્વિનભાઇ મનુભાઇ હિંગુના ધર્મપત્ની, જયદીપભાઇ, નિલદીપભાઇ, લીનાબેનના માતા, સ્વ.બટુકભાઇ સ્વ.પ્રવિણભાઇ, પ્રકાશભાઇ રણછોડભાઇ ગોહેલ, રંજનબેન ગોહેલના નાના બહેનનું તા. ૧૭ના અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણુ આજે તા. ૧૯ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. 'હિંગળાજ કૃપા' પટેલ પાર્ક, રણુજા મંદિર પાછળ કોઠારીયા રોડ મો. નં. અશ્વિનભાઇ ૮૫૧૧૨ ૯૦૫૮૨, પ્રકાશભાઇ ૯૨૬૫૫ ૯૦૫૭૨, જયદીપભાઇ ૯૩૧૬૬ ૪૧૩૦૧, નિલદીપભાઇ ૭૦૬૯૦ ૯૨૧૨૯.

સુશીલાબેન પંડયા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ કાગદડી હાલ રાજકોટ નિવાસી પ્રેમાનંદ જેશંકર પંડયાના ધર્મપત્નિ સુશીલાબેન (ઉ.વ.૭૭) તે નિલેશભાઈ (ડિસ્ટ્રીકટ કોર્ટ), મહાલક્ષ્મીબેન તથા આશાબેન (મોરબી)ના