Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020
ચંદ્રકાન્તભાઇ દલપતરામ પારેખનું અવસાન : ગુરૂવારે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : મોઢવણિક મૂળ જેતપુર નિવાસી હાલ રાજકોટ ચંદ્રકાન્તભાઈ દલપતરામ પારેખ (ઉ.વ.૮૬) તે રમેશભાઈના મોટાભાઈ, સ્વ.લતાબેન કનુભાઇ પારેખ,દક્ષાબેન પ્રફુલભાઈ દોશી અને અલ્કાબેન સુનિલભાઈ વોરાના પિતાશ્રી ,રાજુભાઈના ભાઈજી,પત્રકાર હિરેનભાઈ પારેખના નાનાનું તા.૧૨ ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું ટેલિફોનિક બેસણું તા.૧૫ ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે.સાંત્વના પાઠવવા હિરેન પારેખ મો.નં.૯૮૨૫૭ ૭૭૯૧૩ અથવા અલ્કાબેન મો.નં.૯૭૨૫૬ ૧૪૮૦૦નો સંપર્ક કરવો.

અવસાન નોંધ

એડવોકટ નિર્મલભાઈ શેઠનાં પિતાશ્રીનું દુઃખદ અવસાન ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણિક સ્વ. રમેશચંદ્ર મોહનલાલ શેઠ (ઉ.વ. ૭૬) તે નિર્મલભાઈ (એડવોકટ) (મો. ૯૮ર૪૦ ૮૩૫૦૮) તથા દર્શના જતીન માધાણીના પિતા તે કૃષ્ણકાંતભાઈ, ભરતભાઈ, નિલેશભાઈના મોટાભાઈ અને સ્વઃપ્રતિભાબેન હરકિશનભાઈ વેદ્યના નાનાભાઈ અને સ્વ.હરિદાસ વેલજી મણિયાર (જામખંભાળિયા)ના જમાઈનું દુઃખદ અવસાન તા. ૧૧ના થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવાર, બપોરે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

જીવનદાસ દેવમુરારી

રાજકોટ : મુળ મોટાકાજલીયાળા નિવાસી હાલ રાજકોટ જીવનદાસ અમરદાસ દેવમુરારી (ઉ.વ.૭૯) તેઓ અરવિંદભાઈ દેવમુરારી (પ્રા.શિક્ષક કરીયાણા), રજનીકાન્ત, ભાવેશ (રોયલ બોક્ષ)ના ઈન્દુબેન (પ્રા.શિક્ષક રામગઢ)ના પિતાનું દુઃખદ અવસાન તા.૧૨ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણુ + ટેલીફોનિક બેસણું તા. ૧૫ના ગુરૂવારના રોજ ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

ફિદાહુસૈનભાઇ

વીંછીયા : દાઉદી વ્હોરા ફિદાહુસૈનભાઇ સમશુદ્દીનભાઇ ઉર્ફે ભીખુભાઇ (ઉ.૭૫) તે જુજરભાઇ, ફરીદાબેન, તસ્લિમબેન (રાજકોટ), સકીનાબેન (પાલીતાણા), ફાતેમાબેન (મહુવા), અજબબેન (મોરબી)ના પિતા, મુખ્તારભાઇના મોટાભાઇ તા.૧૧ રવિવારના રોજ વિંછીયા મુકામે વફાત પામેલ છે.

હસમુખલાલ પારેખ

ગોંડલ : હસમુખલાલ ગિરધરભાઇ પારેખ (ઉ.૭૬) તે જયસુખભાઇના મોટાભાઇ ભાવેશ (એસબીઆઇ) ના પિતા રમણિકભાઇ વી. જોબનપુત્રાના બનેવી તા.૧રના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૧પના રોજ ૪-૩૦થી પ-૩૦ રાખેલ છે.

ભાનુપ્રસાદ રાવલ

વાંકાનેર : હળવદ નિવાસી હાલ વાંકાનેર ભાનુપ્રસાદ દલપતરામ રાવલ (ઉ.વ.૮ર) તે હેમાબેન અમૃતલાલ પંચોલી (પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાભારતી)ના પતિ તેમજ ઉદયભાઇ રાવલ તથા દેવેન્દ્રભાઇ રાવલ (વી.વી.પી. એન્જીનિયર કોલેજ-રાજકોટ)ના પિતાશ્રી દક્ષાબહેન ઉદયભાઇ રાવલ તથા શિતલબહેન પ્રવિણચંદ્ર ધામેચા (શિક્ષક રાજાવડલા)ના સસરા તેમજ ધ્વનિ રાવલ, ઋષિ રાવલ અને ભીષ્મ રાવલના દાદાનું સ્વર્ગવાસ તા.૧રના રોજ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા.૧પ ગુરૂવારના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ રાખેલ છે.

ધર્મિષ્ઠાબેન જાની

વાંકાનેર : મુળ ખોડાપીપર નિવાસી હાલ વાંકાનેર ચા.મ.મોઢ. બ્રાહ્મણ સ્વર્ગસ્થ બળવંતરાય ગિરજાશંકર જજાનીના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન (ઉ.વ.૭૦) તે દિપકભાઇ જાની, સ્વ. મહેશભાઇ જાની તથા સ્વ. ચેતનભાઇ જાની તથા લતાબેન હિતેશકુમાર જાનીનાના માતુશ્રી તથા નેસડા-ખાનપર નિવાસી સ્વ. પંડયા નાનાલાલ નરશીરામના દિકરીનું તા.૧ર ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાંલઇ ટેલીફોનિક બેસણું તા.૧પ ગુરૂવારના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ રાખેલ છે.

પ્રભાવતીબેન મહેતા

રાજકોટ : જેતપુર નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં. સ્વ. પ્રભાવતીબેન નાનાલાલ મહેતા (ઉ.૮પ) તે સ્વ. નાનાલાલ કેશવજીભાઇ મહેતાના ધર્મપત્ની તથા સ્વ. જીતેન્દ્રભાઇ મહેતા તથા ભરતભાઇ મહેતા (પંડયા સ્કુલ) તથા સ્વ. મધુબેન દવે (કાલાવડ) સ્વ. ચેતનાબેન ભટ્ટ (ચુડા) તથા સરોજબેન દવે (કોડીનાર)ના માતુશ્રી તથા કેનિલ તથા વિશ્વા તથા હેમાંગી મહેતા (ધારી) જલ્પા દવે (અમરેલી)ના દાદામાંનું તા. ૧૧ ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ મો. નં. ૯૯૦૯પ ૬૭ર૭૦ તા. ૧પને ગુરૂવારના રોજ સાંજ ૪ થી ૬ રાખેલ છે.

 દિનેશચંદ્ર મહેતા

રાજકોટઃ ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ  મુળ સમાણા હાલ રાજકોટ નિવાસી દિનેશચંદ્ર મુળશંકર મહેતા (ઉ.વ.૮૮) તે સ્વ. ચંદુભાઇના નાનાભાઇ તથા હરસુખભાઇ, રસિકભાઇ, જનકભાઇ, પ્રમોદભાઇના મોટાભાઇ તથા સ્વ. કેશવલાલ નવલશંકર પંડયા (ચોટીલા)ના જમાઇ તેમજ રાજેશભાઇ (મીરા ગેરેજ) પરેશભાઇ (માંડવી) હર્ષાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું બંને પક્ષનું (ટેલીફોનીક) તા.૧૫ ગુરૂવાર સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'મીરા' જલારામ -૩ ૧૫૦ ફુટ રીંગ રોડ ઇન્દિરા સર્કલ પાસે રાજકોટ ખાતે સરકારી ગાઇડ લાઇન મુજબ ટેલીફોનીક રાખેલ છે. રાજેશભાઇ ૯૪૦૯૩ ૮૧૬૯૯, પરેશભાઇ ૯૮૯૮૩ ૮૦૫૪૫, ગીરીશભાઇ ૯૯૭૪૩ ૮૧૧૮૪, નરેશભાઇ ૯૪૨૯૬ ૫૦૨૪૯,  રશ્મિનભાઇ ૭૪૩૪૯ ૬૯૦૫૨

બીનાબા ગોહીલ

રાજકોટઃ મુળગામ ભડી ભંડારીયા હાલ રાજકોટ નિવાસી મહાવિરસિંહએ ગોહીલ (એસબીઆઇ)ના મોટા પુત્ર હરપાલસિંહ એમ ગોહીલ (ભારત સર્જીકલ)ના ધર્મપત્નિ બીનાબા (ઉ.વ.૪૦) તે ડો. કૃષ્ણદેવસિંહ એમ ગોહીલ (ભાવનગર)ના ભાભી સાહેબનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ ગુરુવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. હરપાલસિંહ મો.૮૮૪૯૬ ૪૬૮૫૨, મહાવિરસિંહ મો.૯૪૨૬૭ ૧૯૦૮૪, ડો. કૃષ્ણદેવસિંહ મો.૯૮૨૫૪ ૨૦૪૫૮

સવિતાબેન રાવરાણી

રાજકોટઃ રાવણા સવિતાબેન નારણભાઇ રાવરાણી (ઉ.વ.૭૨) તે સંજયભાઇના માતુશ્રી તથા પ્રવિણભાઇના કાકી તથા દિલીપભાઇના બાનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન પામેલ છે.

કમલેશભાઇ ચૌહાણ

ખીરસરા (રણ): મૂળ ગામ સિનોગ્રા (કચ્છ)ના પરમધામવાસી કમલેશભાઇ ધનજીભાઇ ચૌહાણ (ઉ.વ.૫૫) (હાલે રાજકોટ) તે રેખાબેનના પતિ, ગં.સ્વ. નિરંજનાબેનના પુત્ર, ઋજુતા, ખુશાલી, ભાર્ગવના પિતા, હાર્દિકાબેન, મોહનલાલ ચૌહાણ (ભુજ)ના નાના ભાઇ તથા નયનાબેન ભગવાનલાલ ચૌહાણ (દૂર્ગ), મૃદુલાબેન રવિન્દ્ર ચૌહાણ (ગાંધીધામ) અને હિતેશ (દૂર્ગ)ના મોટાભાઇ, વનિષાબેનના જેઠ, તનવીના મોટાબાપા, સ્વ.કાનજીભાઇ તથા સ્વ.શાંતાબેન જેઠવાના જમાઇ અમૃતલાલ, નરભેરામભાઇ, સ્વ.મોહનભાઇ, નરેશભાઇ, લાલુભાઇ (નાગલપર) વસંતબેન દયારામ ટાંક (માધાપર) ગં.સ્વ.નર્મદાબેન ચૌહાણ રસિલાબેન બકુલભાઇ સોલંકી (આદિપુર)ના બનેવી તા.૧૨મીએ ધામ ગમન પામ્યા છે. હાલની પરિસ્થિતીના કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૯૦૪૨ ૯૨૦૮૨, ૯૧૦૬૫૪૩૯૫૮ ઉપર દિલાસો પાઠવી શકાશે.