Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021
હરીશભાઈ કોઠારીનું અવસાન

રાજકોટઃ હરીશભાઈ પ્રભાકરભાઈ કોઠારી (ઉ.વ.૬૨) તે રાજુભાઇ (સિધ્ધિ જવેલર્સ), પરેશભાઈ- સુધીરભાઈ તથા ભારતીબેન બદાણીના ભાઈ, હર્ષિલ, નિધિ, સંજનાના પિતાશ્રી તથા હસમુખલાલ નંદલાલ કામાણીના જમાઈ, કેતનભાઈ, મુકેશભાઈના બનેવીનું તા.૧૧ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિભાબા પ્રતાપસિંહજી પરમારનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી સ્વ.પ્રતાપસિંહજી પ્રાગજીબાપુ પરમારના ધર્મપત્નિ પ્રતિભાબા (ઉ.વ.૬૫)નું તા.૧૦ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૧૨ને સોમવારે, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. નિવાસસ્થાન- એ-૧૦૧ અરીહંત એપાર્ટમેન્ટ, આફ્રિકા કોલોની-૪, જૈન ઉપાશ્રય પાસે, રાજકોટ. ગૌરાંગસિંહજી (પુત્ર) મો.૯૯૨૫૮ ૦૦૮૩૦, સપનાબા (પુત્રવધુ) મો.૯૭૨૭૬ ૩૫૩૬૬

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દિવાન શેખ હાતીમભાઇ જમાલીનું દુઃખદ અવસાન

રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન  સાહેબ (ત.ઉ.શ) ના દિવાન (પી.એ.) મીયાસાહેબ શેખ હાતીમભાઇ જમાલીનું તા. ૧૧ રવિવારના રોજ સવારે દારેસ્સલામ (તાન્જાનીયા) ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

શેખ હાતીમભાઇ જમાલી હીઝહોલીનેશ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ના દિવાન (પી.એ.) તરીકે છેલ્લા ૩૭ વર્ષથી ખીદમત કરતા હતાં. અને જે દેશ-વિદેશ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ) પધારતા ત્યારે તેઓ તેમની સાથે રહીને ખીદમત કરતા હતાં. દાઉદી વ્હોરા સમાજના લોકોની કોઇપણ અરજ હોય તેઓ ધર્મગુરૂને પહોંચાડતા અને જે જવાબ માટે તે અરજદારને બરોબર પહોંચાડતા હતાં.

ખૂબ જ માયાળુ સ્વભાવના શેખ હાતીમભાઇ જમાલીના અવસાનના સમાચાર મળતા  વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજમાં શોકની લાગણી ફેલાઇ હોવાનું શેખ યુસુફભાઇ જોહર કાર્ડસ વાલાએ જણાવ્યું છે.

ખંભાળીયાના જયેન્દ્રભાઇ મોટાણીનું અવસાન : સાંજે ટેલીફોનીક બેસણું

જામ ખંભાળીયાઃ સ્વ.મથુરાદાસ નરસીદાસ મોટાણીના પુત્ર જયેંદ્રભાઇ મથુરાદાસ મોટાણી (ઉ.વ.૭૯) તે રમણીકભાઇ, જમનભાઇ, સુરેશભાઇ, સ્વ.હર્ષદભાઇ, જેન્તીભાઇ, સુભાષભાઇ, હસુભાઇ, સ્વ.જયાબેન વનમાળીદાસ ગોકાણી (કાંદીવલી) તથા નિર્મળાબન પ્રવિણભાઇ સવજાણી (ખંભાળીયા)ના ભાઇ તેમજ દિલીપભાઇ ,  નીતાબેન અશોકકુમાર દતાણી (પોરબંદર) ચેતનાબેન સંજયકુમાર લાલ (રાજકોટ) હીનાબેન નિલેશકુમાર ચોટાઇ (રાજકોટ) ફાલ્ગુનીબેન હેમાંગકુમાર કક્કડ (જુનાગઢ) તથા કાજલબેન પારસભાઇ દતાણી (ખંભાળીયા)ના પિતાશ્રી, આલેખ તથા લેખાના દાદા તેમજ સલાયા નિવાસી સ્વ. હરજીવન વલ્લભદાસ પાંઉના જમાઇનું તારીખ ૧૦ં (શનીવાર)ના રોજ અવસાન થયેલ છે.

ટેલીફોનીક બેસણું તા. ૧ર(સોમવારે) ના રોજ સાંજે ૪ થી પ સુધી રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. રમણીકભાઇ મોટાણી ૯૯૭૯૩૬૮૨૫૮,  દિલીપભાઇ મોટાણી ૯૮૯૮ર ર૩૬ર૬, પ્રીતીબેન ૯૧૦૬૬ ૨૫૩૦૮, ચેતનાબેન ૯૮રપ૩૪૩૯૮પ. તેમજ પિયરપક્ષ રમેશભાઇ ૯૯રપર ર૦રપર. ભરતભાઇ ૯૩૭૭૭૭૪૭૭૬.

અવસાન નોંધ

ચંદુલાલ કક્કડ

રાજકોટઃ ચંદુલાલ વિરચંદભાઇ કકકડ (ઉ.વ. ૭૬) તે સ્વ. વિરચંદભાઇ બેચરભાઈ કક્કડના સૌથી નાના પુત્ર તથા વિમલભાઇ ચંદુલાલ કકકડ, લતાબેન પંકજકુમાર ધેલાણી, હર્ષાબેન મયુરકુમાર રાડીયા, કીરણબેન પ્રકાશકુમાર વિઠ્ઠલાણીના પીતાશ્રી તેમજ સ્વ. ભીમજીભાઇ અંદરજીભાઇ સોમમાણેકના જમાઇનું તા. ૧૧/૦૭ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનુ ટેલીફોનીક બેસણું આજે તા. ૧૨ના સોમવારે સાંજે ૫ થી ૬ તથા સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. (વિમલભાઇ-૯૭૧૪૭ ૧૯૮૦૦, રાજુભાઇ-૯૮૨૪૨૩૦૫૧૨,  સુરેશભાઇ-૯૯૦૪૦ ૩૧૦૨૯,  કિશોરભાઇ- ૯૮૯૮૩ ૬૦૦૯૨, મહેન્દ્રભાઇ-૯૮૨૪૨૩૪૮૫૭, દિલીપભાઇ-૯૩૨૭૮૮૫૫૧૭)

રમેશભાઈ રાયઠઠ્ઠા

રાજકોટઃ સ્વ.જમનાદાસ મનજીભાઈ રાયઠઠ્ઠા દ્વારકાવાળાના પુત્ર સ્વ.રમેશભાઈ જીમનાદાસ રાયઠઠ્ઠા (ઉ.વ.૬૯) તે હિતેશભાઈ, બિંદીયાબેન કિર્તીકુમાર છગાણી અને કાજલબેન અજયકુમાર છગાણીના પિતાશ્રી ઓરીસા નિવાસી જયંતીભાઈ નારણદાસ ગણાત્રાના બનેવીનું તા.૧૧ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩૭૭૨ ૫૯૦૯૪

રશ્મિકાંતભાઇ ભટ્ટ

રાજકોટ :.. શ્રી શિહોર સંપ્રદાય ઔ. અગિયારસે બ્રાહ્મણ તે રશ્મિકાંતભાઇ નંદલાલભાઇ ભટ્ટ (ઉ.વ.૮૦) નિવૃત ચીફ મેનેજર યુકો બેંકનું અમદાવાદ મુકામે તા. ૬ ના અવસાન થયેલ છે. તેઓ ઉર્મિલાબેનના પતિ અને સ્વ. હરસુખરાય, સ્વ. યશવંતરાય,  શિરીષભાઇ, ભરતભાઇ, સ્વ. હેમેનભાઇ તથા સ્વ. નિરૂબેન યોગીનભાઇ ભટ્ટ, નીલાબેન ભરતકુમાર ભટ્ટ, દક્ષાબેન નંદલાલભાઇ ભટ્ટના ભાઇનું ટેલીફોનિક બેસણું આજે તા. ૧ર ના સોમવારે સાંજે ૪.૩૦ થી ૬ રાખેલ છે. શિરીષભાઇ મો. ૯૭૧ર૩ ૭૬૧૭૩, ભરતભાઇ ૯૮રપ૬ ૦૪૭૯૩

મોહનલાલ પાનસુરીયા

રાજકોટ : મોહનલાલ પરસોતમભાઇ પાનસુરીયા (પડસુંબિયા) મુળ ગામ નાનીવાવડી (હાલ રાજકોટ) તા. ૧૦ નાં રામચરણ પામેલ છે. બેસણું ટેલીફોનીક આજે તા. ૧ર ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દેવેન્દ્રભાઇ મો. ૭૯૯૦પ ૪૬૦૪૪, ધર્મેશભાઇ મો. ૯૪ર૭૪ ૯૭૪૬૦, યશ મો. ૯૯૧૩૩ ૬પ૩ર૪

ભાવેશપરી ગોસ્વામી

 ખીરસરા : મોટામૌવા  કૈ.વા.વિનોદપરી કેશવપરી ગૌસ્વામીના પુત્ર  દિનેશપરી ગૌસ્વામી (મો. ૯૯૭૮૦ ૨૯૦૭૬) રમેશપરી (મો૯૮૨૪૫ ૨૩૭૬૬)ના ભત્રીજા તેમજ ધૃવપરી તથા ધ્યેયપરી ના પિતા ભાવેશપરી વિનોદપરી ગૌસ્વામીનંુ  તા.૧૦ ને શનિવારના રોજ કૈલાશવાસ થયેલ છે તેમનુ શંખાઢોળ ની વિધી તા.૧૭ને શનિવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મુકતાબેન  ઠકકર

રાજકોટઃ નિવાસી મુકતાબેન લક્ષ્મીચંદભાઇ ઠકકર (ઉ.વ.૭૮) તે સ્વ. શ્રી લક્ષ્મીચંદભાઇ વિરજીભાઇ ઠકકર (રીટા. સીનીયર. ડીવી. મેનેજર એલઆઇસી) ના ધર્મપત્નિ અને સ્વ. શ્રી કરસનદાસ લખમશીભાઇ પોપટના પુત્રી તે જીજ્ઞેશભાઇ એલ ઠકકર, છાયાબેન વિરેન્દ્રભાઇ કોટેચા અને  જયોતિબેન ભરતકુમાર વસાણીના માતુશ્રી તા.૧૦ શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અન્ય લૌકીક કાર્યો રિવાજો બંધ રાખેલ છે. જીજ્ઞેશભાઇ ઠકકર ૯૮૨૪૮ ૯૩૦૨૧, અશ્વિનભાઇ પોપટ ૯૪૨૬૨ ૬૯૭૫૪, વિપુલભાઇ પોપટ ૯૪૨૮૨ ૯૯૪૫૪, નિલેશભાઇ પોપટ ૯૮૨૪૨ ૧૩૫૧૧

પ્રવિણચંદ્ર કક્કડ

વેરાવળઃ પ્રવિણચંદ્ર પોપટલાલ કક્કડ ઉ.વ.૭ર તે સ્વ.ગણેશભાઇ (લેથવાળા) સ્વ.જીકાભાઇ, સ્વ.ભીખુભાઇ, સ્વ.હરસુખભાઇ, બબાભાઇ ગં. સ્વ.પુષ્પાબેન ગં.સ્વ.અરૂણાબેનના ભાઇ તથા કૌશલભાઇ પ્રવિણચંદ્ર ક્કકડ,  ઉન્નતીબેન નીરવકુમાર દતાણી, સ્વ. હેતલબેન શિવાંગભાઇ દેવાણીના પિતાશ્રી તથા તાલાલા નિવાસી સ્વ.જેન્તીભાઇ સુંદરજીભાઇ ઘેવરીયાના જમાઇનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧રને સોમવારે સાંજે ૪ થી પ બીલેશ્વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.