Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018
અવસાન નોંધ

અમિતભાઈ વસંતરાય જોબનપુત્રાનું દુઃખદ અવસાનઃ કાલે રાજકોટમાં ઉઠમણું

રાજકોટઃ જામજોધપુર નિવાસી હાલ રાજકોટના વસંતરાય જમનાદાસ જોબનપુત્રાના પુત્ર અમીતભાઈ જોબનપુત્રા (ઉ.વ.૩૧) તે બીનાબેનના ભાઈ તેમજ ગીરીશકુમાર ખખ્ખર (જુનાગઢ)ના સાળા તેમજ જીતુભાઈ પાઉં (રાજકોટ)ના ભાણેજનું તા.૮ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સ્વ.નું ચક્ષુદાન કરેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૦ને શનિવારે સાંજે ૫ વાગ્યે ચંદ્રમોલેશ્વર મંદિર, યુનીવર્સીટી રોડ, પંચાયત ચોકની બાજુમાં રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

વિરપુર (જલારામ)ના પત્રકાર મનીષભાઇ  ચાંદ્રાણીના પિતાશ્રીનું અવસાન

વીરપુર (જલારામ) : બટુકભાઇ બાવાભાઇ ચાંદ્રાણી (ઉ.વ. ૭૦) તે સ્વ. જગજીવનભાઇ, સ્વ. કેશવલાલભાઇ, સ્વ. ભાઇલાલભાઇના નાનાભાઇ તેમજ મનીષભાઇ (મનીષ ન્યુઝ), દિવ્યેશભાઇ (વોકહાર્ટ-રાજકોટ) તથા દીપ્તીબેન હીરેનકુમાર કારીયા (રાજકોટ)ના પિતાશ્રી તથા ગોંડલ નિવાસી સ્વ. ચંદુલાલ મોહનલાલ રાજદેવના જમાઇનું તા. ૮ ને ગુરૂવારે અવસાન થયેલ છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી બંને સાથે તા. ૧૦ ને શનિવારે સાંજના પ થી ૬, જલારામ સોસાયટી, સ્ટેશન રોડ, વીરપુર (જલારામ) ખાતે રાખેલ છે.

ભાવનગર જેશરના મામલતદાર હરેશભાઇ રાજપરાનું અવસાન ઈકબાલ મહંમદખાન બાબી

રાજકોટઃ ઈકબાલ મહંમદખાન યુ.બાબી જે એ.યુ.બાબી તેમજ આઈ.યુ.બાબીના નાનાભાઈ તથા મતીનખાન યુ.બાબીના દાદા તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમની જીયારત તેમના નિવાસસ્થાને 'સાહીલ' સુભાષનગર મેઈન રોડ, આમ્રપાલી સીનેમા પાછળ તા.૧૦ને શનિવારના રોજ સવારે ૧૦ કલાકે રાખેલ છે.(૩૦.૯)

ગોંડલ : મૂળ માંગરોળ નિવાસી હાલ અમરેલીના સોની હરેશભાઇ એચ. રાજપરા (ઉ.વ. પ૭) (મામલતદાર જેસર) તે અમિતભાઇ તેમજ ચિ. જૈમિનીના પિતાશ્રી ત્થા મહેશભાઇ (રાજકોટ), રમેશભાઇ તથા નિલેશભાઇ (માંગરોળ)ના ભાઇ અને કામેન્દ્રુભાઇ , કૃષ્ણેન્દભાઇ, અજયભાઇ ધીરજલાલ પંડયા (અમરેલી)ના બનેવીનું અવસાન તા. ૭ના થયેલ છે. બેસણું તા. ૯ના રોજ સોની મહાજન વાડી ઇન્કમટેકસ ઓફીસ સામે રાખેલ છે.

મેઘજીભાઇ કાચા

રાજકોટઃ ગુજર ક્ષત્રીય કડીયા મુળ ગામ માલીયાસણ હાલ રાજકોટ મેઘજીભાઇ નાથાભાઇ કાચા (ઉ.વ.૭પ)નું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અરૂણાબેન સંચાણીયા

રાજકોટઃ વરિયા વૈષ્ણવ પ્રજાપતિ મુળગામ વડ પાંચસરા વાળા હાલ રાજકોટ બાબુલાલ મુળજીભાઇ સંચાણીયાના પુત્ર દિનેશભાઇ (તે આવકાર નાસ્તાગૃહ વાળા નરેન્દ્રભાઇના લધુબંધુ)ના ધર્મ પત્ની અરૂણાબેન (ઉ.વ.૪૬) તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ બાબુલાલ મુળજીભાઇને ત્યાં ર૯,રણછોડનગર, ભુપેન્દ્ર નિવાસ ખાતે રાખેલ છે.

સુશીલાબેન મહેતા

રાજકોટઃ મેવાસા નિવાસી હાલ રાજકોટ સ્વ.છબીલદાસ ડુગરશી મહેતાના ધર્મપત્ની સુશીલાબેન મહેતા (ઉ.વ.૭પ) ને રાકેશ ઇલેકટ્રીક વાળા રાજુભાઇ, દિપકભાઇ, અમીતભાઇ મહેતા તથા રીટાબેન મયુરકુમાર વોરા (મુંબઇ)ના માતુશ્રી તે વિશાલ, રીતેશ, ખુશ્બુ, જાનવી, ક્રિશ, જૈનીલના દાદી તા.૮ને ગુરૂવારે અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૯ને શુક્રવારે બપોરે ૪-૦૦ કલાકે જાગનાથ જૈન ઉપાશ્રય, જૈન દેરાસર પાસે રાખેલ છે.

ગૌતમભાઇ વ્યાસ

ધરાઇ (બાલમુકુંદ): ગોતમભાઇ ત્રિભોવનભાઇ વ્યાસ (નિવૃત શિક્ષક) (ઉ.વ.૮૧) તે જીતુભાઇ ગૌતમભાઇ વ્યાસ તથા મધુબેન રાજેશકુમાર ભટ્ટ, સરોજબેન સુનીલકુમાર જોષી, ભારતીબેન પ્રફુલકુમાર જોષી અને રંજનબેન ભાવેશકુમાર પંડયાના પિતાશ્રી તથા રાજેશકુમાર રમણિકલાલ ભટ્ટ (જીઇબી અમરેલી), શાસ્ત્રી સુનીલકુમાર ભાઇશંકર જોષી (ભાવભી ખીજડીયા) હાલ રાજકોટ, પ્રફુલકુમાર જેન્તીલાલ જોષી (આકડીયા) તથા ભાવેશકુમાર ચંદુલાલ પંડયા (બેડી-રાજકોટ)ના સસરા તા.ર૮ના ધરાઇ (બાલમુકુંદ) ખાતે અવસાન પામેલ છે.

સુશીલાબેન મહેતા

રાજકોટઃ મેવાસા નિવાસી હાલ રાજકોટ સ્વ.છબીલદાસ ડુગરશી મહેતાના ધર્મપત્ની સુશીલાબેન મહેતા (ઉ.વ.૭પ) ને રાકેશ ઇલેકટ્રીક વાળા રાજુભાઇ, દિપકભાઇ, અમીતભાઇ મહેતા તથા રીટાબેન મયુરકુમાર વોરા (મુંબઇ)ના માતુશ્રી તે વિશાલ, રીતેશ, ખુશ્બુ, જાનવી, ક્રિશ, જૈનીલના દાદી તા.૮ને ગુરૂવારે અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૯ને શુક્રવારે બપોરે ૪-૦૦ કલાકે જાગનાથ જૈન ઉપાશ્રય, જૈન દેરાસર પાસે રાખેલ છે.

વૃજલાલભાઇ પાલા

રાજકોટઃ સોમનાથ વાળા હાલ રાજકોટ નિવાસી ગીરનારા પરજીયા સોની વૃજલાલ ગોરધનદાસ પાલા (ઉ.વ.૭૬) તેઓ રાજેષભાઇ, કેતનભાઇ તથા કિરણબેનના પિતાશ્રી તેમજ મગનભાઇના મોટાભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના શુક્રવારે સાંજે પ થી ૬, શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર, સ્ટર્લીંગ હોસ્પીટલ પાછળ, નાણાવટી ચોકથી અંદર રાખેલ છે.

જગદીશભાઇ દવે

રાજકોટઃ ચા. મ. મોઢ બ્રાહ્મણ જગદીશભાઇ શાંતિલાલભાઇ દવે (ઉ.વ.પ૯) બી.ઓ.આઇ. મેટોડા રાજકોટ, તે સ્વ.શાંતિલાલ વિશ્વનાથ દવે (થોરીયાળી)નાં પુત્ર, પ્રદિપભાઇ એસ. દવેના લધુબંધુ તથા તેજસ જે. દવે, મેહુલ જે. દવેના પિતાશ્રી, તે ભાસ્કરભાઇ ભાનુશંકર દવે (વિનાયક પાર્ક, જામનગર)નાં બનેવીનું તા.૮ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તથા પીયર પક્ષનું બેસણું તા.૧૦ને શનિવારે સાંજે પ થી ૬, ૧-મીલપરા, ગુલાબવાડી સ્વજ્ઞાતીની બોર્ડીંગ ખાતે રાખેલ છે.

જેન્તીભાઇ જાટ

રાજકોટઃ સ્વ. જેન્તીભાઇ કાકુભાઇ જાટ (ઉ.વ.૬૪) તે સ્વ.કાકુભાઇ રણછોડભાઇ જાટના પુત્ર તેમજ મહેન્દ્રભાઇ કાકુભાઇ જાટ શિવમ ઓટો ઇલેકટ્રીક વાળાના મોટાભાઇ તેમજ સ્વ.ચમનભાઇ કાકુભાઇ જાટના નાનાભાઇ તથા વિશાલભાઇ જાટ તથા હીતેષભાઇ જાટ (પિન્ટુભાઇ)ના પિતાશ્રી તેમજ જીતેન્દ્રભાઇ જાટના કાકા તથા હાર્દીવભાઇ જાટના મોટાબાપુનું અવસાન થયેલ છે. તેમનું બેસણું શનિવાર તા.૧૦ના સાંજે ૪ થી ૬ ઉદયનગર ૧ શેરી નં.૧૦ ખાતે રાખેલ છે.

કુસુમબેન હરીયાણી

રાજકોટઃ સ્વ. નવીનચંદ્ર ખીમજીભાઇ હરિયાણી (નિવૃત કર્મચારી કુંડલીયા કોલેજ)ના ધર્મપત્ની કુસુમબેન (ઉ.વ.પ૭) તે દયાળજીભાઇ ખીમજીભાઇ કુંડલીયાના દિકરી વિવેક તથા વિધી જયકુમાર ભીમજીયાણી (નાગપુર)ના માતુશ્રી તેમજ શશીકાંતભાઇ સ્વ.વીનુભાઇ, જનકબેન તથા પ્રફુલ્લાબેનના ભાભીનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી રાજ રેસીડન્સી અક્ષરનગર મેઇન રોડ, લાખના બંગલાની સામેની શેરી, ગાંધીગ્રામ ખાતે આજે સાંજે પ-૦૦ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નાગજીભાઇ ખુંટ

રાજકોટઃ નાગજીભાઇ રાણાભાઇ ખુંટ (ઉ.વ.૭૮)નું તા.૮ના અવસાન થયેલ છે.  સ્વ.નું બેસણું તા.૧૦ના શનિવારે સવારે ૮-૩૦ થી ૯-૩૦, ભકિતધામ સોસાયટી બ્લોક નં. ૬૬, ૧પ૦ ફૂટ રિંગ રોડ, અમૃતસાગર પાર્ટી પ્લોટની પાસે, રાખેલ છે.

જયંતભાઇ વત્સરાજ

વડોદરા : વડોદરા નિવાસી જયંતભાઇ વેણીશંકર વત્સરાજ તે સ્વ. નલિનીબેનનાં પતિ તે દર્શક તથા હીરેનનાં પિતાશ્રી તે કનકપ્રસાદ માંકડનાં જમાઇ  તે સ્વ. મંગળભાઇ, સ્વ. કૌશિકભાઇ, નલીનભાઇ, પ્રફુલભાઇ તથા કિશોરીબેન કે અંતાણી (રાજકોટ)ના ભાઇનું દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે.

પામબા ઝાલા

વાંકોનર : સરધારકા નિવાસી પામબા સુરૂભા ઝાલા ઉ.૧૦૦ તે નારૂભાના કાકીમાં તથા જીતુભા, લાલુભા (એસ.ટી કંડકટર) પદુભા તથા જનકસિંહ (દુકાન વાળા)ના દાદીમાનું તા.૭ના અવસાન થયેલ છે.બેસણું તા.૧ર સોમવારે સરધારકા ગામે રાખેલ છે.

ઇન્દ્રવદનભાઇ શુકલ

મોરબી : ઇન્દ્રવદનભાઇ ચુનીલાલ શુકલ (ઉ.વ.૬૪) તે મુકેશભાઇ શુકલ (વડોદરા-જીઇબી)ના મોટાભાઇ તથા પાર્થ અને અટલના પિતા તેમજ ગૌરીશંકર ચકુભાઇ ત્રિવેદી મીઠાપુરના જમાઇનું તા. ૮ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૯ ને શુક્રવારે સાંજે પ કલાકે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સુતાર શેરી, મોરબી મુકામે રાખેલ છે.