Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018
જુની પેઢીના નાટ્ય કલાકાર જસવંત કારેલીયાનું અવસાન

રાજકોટઃ સ્વભાવે સરળ, સત્યપ્રિય એવા રંગભૂમિ અને ખાસ કરીને રેડિયો નાટકો માટેના એક વખતના જાણીતા કલાકાર જસવંત  કારેલીયાનું અવસાન થયું છે. તેઓ માર્કન્ડ ભટ્ટ, જસવંત ઠાકર, બાપાલાલ રાવલના સમયના- સાથે કામ કરી ચૂકેલ કલાકાર હતાં. 'જોગમાયા' એમનું પહેલું સ્ટેજ નાટક તે પછી તેમણે દશ થી બાર નાટકોમાં અભિનય આપ્યો. ૧૯૫૬માં હિન્દી નાટક 'કલાકાર' તથા ૧૯૬૫માં 'ચિત્રલોક' સિને સ્પર્ધામાં અભિનેતા તરીકે ફર્સ્ટ રહયાં. ચંદ્રકો મળ્યા, અભિનય સાથો સાથ વિવિધ કોલેજોના વાર્ષિકોત્સવના નાટકોના દિગ્દર્શન માટે કોલેજોના યુવાનોમાં પ્રિય બન્યા હતા. 'છતમાં છકી ગયા' તેમનું જાણીતું નાટક દામુ સાંગાણીનું છેલ્લે પાટેલે તેમનું શ્રેષ્ઠ નાટક રહયુ. તત્કાલિન ખુબજ જાણીતા નાટય લેખક કિશોર વેદ સાથે ટેલીફોન ઓફીસમાં ઓફિસર તરીકે નોકરી કરતાં કારેલીયાએ ઉર્મિલા ભટ્ટ સાથે દસ્તાવેજી ફિલ્મમાં ધ્યાન ખેચ્યું હતુ. 'પરણેતર' તથા 'સોનલબાઈની ચુંદડી' (ગુજરાતી) ફિલ્મો પણ કરી.  તેઓની ઉત્તરાવસ્થાએ ટીવી નાટકોમાં પણ કામ કર્યુ. રેડિયોના 'એ' ગ્રેડ માન્ય કલાકાર ૩૫૦થી ૪૦૦ નાટકોની બહુરંગી ભૂમિકાઓમાં તેઓએ સ્વર અભિયાન શોભાવ્યો. રંગભૂમિ કરતાં તેઓનું રેડિયો નાટકોનું કામ વિશેષ ધ્યાનકર્ષક. છેલ્લા બે દાયકાઓથી તેઓએ એકાંતવાસ સ્વીકારી લીધો હતો. ફિલ્મ 'જાગતે રહો'ના રાજકપૂર જેવો જ ચહેરો ધરાવતા તથા તેના ચાહક એવાં ૮૬ વર્ષના આ બુર્ઝગ કલાકારની વિદાયથી જુની પેઢીના નાટયકર્મીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.

આલેખનઃ કૌશિક સિંધવ મો.૭૩૫૯૩ ૨૬૦૫૧

અવસાન નોંધ

 રસિકભાઇ રાવલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ- રાજકોટ નિવાસી સ્વ. મણિશંકર પ્રેમજીભાઇ રાવલના પુત્ર રસિકભાઇ (ઉ.વ.૫૮) તે સુમનભાઇ, ભરતભાઇના નાનાભાઇ તથા વિશાલ, જયેશ, રીયા, જીયાબેનનાં પિતાશ્રી તથા દક્ષાબેન (હર્ષાબેન) યોગેશભાઇ વ્યાસનાં સાળાનું તા.૭ના રોજ  કૈલાશવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૯નાં  શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ સ્થાને અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ આસ્થા રેસીડન્સી બ્લોકનં. ૩૭ રાજકોટ ખાતે રાખેલ છે.

 ત્રિભોવનદાસ જોબનપુત્રા

રાજકોટઃ સ્વ.ગીરધરલાલ ગોરધનલાલ જોબનપુત્રાનાં પુત્ર સ્વ. ત્રિભોવનદાસ ગીરધરલાલ જોબનપુત્રા (ઉ.વ.૭૮) રાજકોટ નિવાસી તે સ્વ. રતિલાલભાઇ , હર્ષદભાઇ, ચંદ્રકાન્તભાઇ, રમેશભાઇના ભાઇ તેમજ સ્વ. વલ્લભદાસ સવજીભાઇ સેજપાલના જમાઇ તથા ભાવનાબેન નિલેશભાઇ લાખાણી તથા તરુલતાબેન બીપીનભાઇ રાયચુરાના પિતાશ્રીનું તા.૭ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૮ ને ગુરુવારના રોજ બપોરે ૫ થી ૬  દરમ્યાન મનેશ્વર મહાદેવ મંદીર, મહેશ્વરી સોસાયટી-૨ની સામે , દેવપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

વિણાબેન ઉપાધ્યાય

રાજકોટ : શ્રી ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. પ્રેમશંકર શાંતિલાલ ઉપાધ્યાયના ધર્મપત્નિ વીણાબેન (હડમતીયાવાળા) પ્રેમશંકર ઉપાધ્યાય તે મહેશભાઈ તથા સ્વ. હસમુખભાઈ તથા જયેશભાઈ, ભાવનાબેનના માતુશ્રી તેમજ વસંતભાઈ, રમેશભાઈ, કિર્તીભાઈ તેમજ સ્વ. અમૃતભાઈના ભાભીનું તેમજ સ્વ. ઘેલશંકર તથા સ્વ. જન્માશંકર ગીરજાશંકર ત્રિવેદીના બહેનનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૯ને સાંજના ૫ કલાકે સ્વ. કલ્યાણજી નરશી જાની કોમ્યુનિટી હોલ, (જ્ઞાતિવાડી) ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

તુલસીભાઈ ડાભી

રાજકોટ : નિવાસી સ્વ. તુલસીભાઈ દેવજીભાઈ ડાભી (ઉ.વ.૬૫)નું તા.૩ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૪ ી ૬ ''મોમાઈ મહેર'' જૂનું સ્વાતી પાર્ક, શેરી નં. ૭-બી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બાલગર ગોસાઇ

રાજકોટઃ બાલગર રેવાગર ગોસાઇ (અતિત બાવાજી) (ઉ.૬૩) તે શૈલેષગીરી તથા મુકેશગીરીના પિતાશ્રીનું તા. ૭/૨/૧૮ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૯ના સાંજે ૪ થી ૬, જનકપુરી ચંદ્રમોૈલેશ્વર મહાદેવ મંદિર, સાધુ વાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ઘનશ્યામભાઈ ખેતાણી

રાજકોટ : ઘનશ્યામભાઈ ચુનીલાલ ખેતાણી તે ચુનીલાલ ખેતાણીના પુત્ર, તેમજ રાજેશભાઈ, પ્રફુલભાઈ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ તેમજ હિતેષભાઈ, વિપુલભાઈ અને વિમલભાઈના કાકાનું દુઃખદ અવસાન થયેલ છે.

ભાનુબેન ચૌહાણ

રાજકોટઃ કારડીયા રાજપુત ભાનુબેન તે ભીખુભાઇ નાનજીભાઇ ચૌહાણના ધર્મપત્ની, તે સ્વ.બળવંતસિંહ ભીખુભાઇ ચૌહાણ તેમજ મહેન્દ્ર ભીખુભાઇ ચૌહાણના માતુશ્રી તે સ્વ.કાંતાબેન જોરસીંગભાઇ કામલીયાની પુત્રી તે અપેક્ષા, વંશરાજ તેમજ ભગીરથના દાદીશ્રીનું તા.૬ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૯ના ૪ થી ૬, કારડીયા રાજપુત સમાજ રામ મંદિર ર-રજપુતપરા ખાતે રાખવામાં આવેલ છે.

રજનીકાંતભાઇ વ્યાસ

રાજકોટઃ અમરેલી કંડોળીયા બ્રાહ્મણ રાજકોટ વાળા રજનીકાંત ફુલશંકરભાઇ વ્યાસ (ઉ.વ.૭ર) તે સ્વ.નવલભાઇ (અમરેલી), સ્વ.નટુભાઇ (જામનગર), ભદ્રેશભાઇ, સ્વ.મધુભાઇ, જનકભાઇ મહેશભાઇ (અમરેલી)ના બનેવી, સ્વ.જન્મશંકર જોષી તથા કાંતીલાલ પંડયા (મુંબઇ)નાં સાઢુંભાઇ, હરેન્દ્રભાઇ જન્મશંકર પંડયાના સાળાનું તા.રના અવસાન થયેલ છે. તેમની સાદડી શુક્રવાર તા.૯ના સાંજે ૪ થી ૬ જીવન મુકતેશ્વર મંદિર, રેલ્વે સ્ટેશન સામે, રાખેલ છે.

મુકતાબેન ભટ્ટ

આમરણઃ મૂળ બાલભા નિવાસી (હાલ મોરબી) મુકતાબેન હસમુખરાય ભટ્ટ (ઉ.વ.૭૦) તે કમલેશભાઇ અને કેતનભાઇના માતુશ્રી તથા સ્વ.ભાઇશંકર વજેશંકર રાવલના પુત્રી તેમજ લાભશંકર - બાલાશંકર - દુર્ગાશંકર, ચુનીલાલ, દિનેશભાઇના બહેનનું તા.૭ના મોરબીમાં અવસાન થયેલ છે. બેસણું તા.૯ને શુક્રવારે સવારે ૯ થી ૧૧ તેમના નિવાસસ્થાન ''શિવ પૂજા'' પંચવટી સોસાયટી, રવાપર રોડ, મોરબીમાં રાખેલ છે.

નરેન્દ્રસિંહ ઉમઠ

રાજુલાઃ નરેન્દ્રસિંહ રણજીતસિંહ ઉમઠ (પરમાર) (ઉ.વ.ર૧) તે બચુભાઇ રાવસિંહભાઇ તથા કનુભાઇ રાવસિંહભાઇના પૌત્ર તેમજ રણજીતસિંહ પરમારના પુત્ર તેમજ મનોહરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પરમારના ભત્રીજા, તથા  શિવભદ્રસિંહ પરમારના મોટાભાઇનું તા.૪ના રોજ અવસાન થયું છે. બેસણું સાદડી તા.૮ના રોજ ગોકુલનગર, કોહીનુર હોટલ સામે બ્લોક નં.પપ રાખેલ છે.

જયંતીભાઇ ટાંક

રાજકોટઃ પ્રહલાદ પ્લોટ આરામ હિન્દુ હોટલ વાળા પ્રેમજી ખીમજીભાઇ ટાંકના દિકરા જયંતીભાઇ પ્રેમજીભાઇ ટાંક (ઉ.વ.૬૯)નું તા.૭ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રણુજા મંદીરે રાખેલ છે.

જયોત્સનાબેન સોનેજી

કાલાવડઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.લલીતચંદ્ર રતીલાલ સોનેજી (અલકાવાળા) (પૂર્વ પ્રમુખ નગરપાલીકા)ના ધર્મપત્ની જયોત્સનાબેન (ઉ.વ.૬૬) તે વૈકુંઠભાઇ, કિશોરભાઇ અને ગીરીશભાઇના ભાભી તેમજ જયકિશનભાઇ, રાધાબેન નવનીતભાઇ વિંછી (રાજકોટ) અને રૂપલબેન રાજેશભાઇ જોગી (જેતપુર)ના માતુશ્રીનું તા.૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી પ વાગ્યે ખત્રીવાડ, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી કાલાવડ રાખેલ છે.

રામજીભાઇ ઉલ્વાસણા

મોરબીઃ રામજીભાઇ ગાંગાભાઇ ઉલ્વાસણા (ઉ.વ.પ૬) (નવલખી પોર્ટ કર્મચારી) તે રવજીભાઇના નાનાભાઇ તથા જયદીપ તથા રઘુવીરના પિતાનું તા.પના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન મેરી ટાઇમ બોર્ડ, પોર્ટ કોલોની વિશીપરા મોરબી ખાતે રાખેલ છે.

વિમળાબેન કંસારા

આટકોટઃ કંસારા વિળાબેન માણેકલાલ શેઠ (ઉ.૮૫)તે ચેતન રમેશચંદ્ર દંગીના દાદી તથા ગાંડાલાલ પ્રાગજી કંસારા (સ્વ. હિંમતભાઇ), પ્રકાશભાઇ અને હરેશભાઇના ફઇબાનુ તા.પના રોજ આવસાન  થયેલ છે બેસણુ તા.૮ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન પટેલ સ્ટ્રીટ, જલારામ મંદિર પાસે રાખેલ છે.

 મનહરબા જાડેજા

 રાજકોટઃમુળ ગામ અગાળીયા હાલ રાજકોટ સ્વ. અનોપમજી કનુભા જાડેજાના ધર્મપત્નિ તે અજીતસિંહ (રીટા. કાર્યપાલક ઇજનેર પી.ડબ્લયુ.ડી) તથા હરશ્યામસિંહના માતૃશ્રી ગં.સ્વ. મનહરબા અનોપસિંહજી જાડેજાનું તા.૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું  બેસણું તા.૯ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે  દેવી હોલ, ૬ - શાસ્ત્રીનગર, પોપટપરા નાલા સામે, રેલ્વે જંકશન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 ઉપેન્દ્રભાઇ દવે

 મોરબીઃ સ્વ. કૃષ્ણચંદ્ર દવે (શાસ્ત્રી)નાં પુત્ર ઉપેન્દ્રભાઇ કે. દવે તેમજ અશ્વિનભાઇ, જિતેન્દ્રભાઇ, તથા પ્રદીપભાઇના મોટાભાઇ, તથા શુભદ્રાબહેન શુકલના નાનાભાઇ આજેે તા.૭ના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું બેસણુ તા.૯ને શુક્રવારના રોજ મોરબી ખાતે રમેશ કોટન મીલની અંદર, વિ.શી. પરા, ફુલછાબની સોસાયટી સામે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે.

 મુગટભાઇ ગગલાણી

 રાજકોટઃ બગસરા નિવાસી દશા સોરઠીયા વણિક સ્વ. મુગટભાઇ જીવરાજભાઇ ગગલાણી (ઉ.વ.૯૭) તે શ્રી સ્વ. ખીમચંદભાઇ, ડો. હરસુખભાઇ (થાન) હિંમતભાઇ (મુંબઇ) તથા સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. વ્રજકુંવર અમૃતલાલ મોદી તથા સ્વ. શાંતાબેન બાબુલાલ વંકાણી (લંડનવાળા) તથા સ્વ. વિમળાબેન વનેચંદભાઇ કુરાણી તથા અ.સૌ સુધાબેન બીપીનભાઇ વખારીયા (લંડન)ના ભાઇ તેમજ મહેશભાઇ તથા પુષ્પાબેનના પિતાશ્રી તેમજ ચી.નેહલભાઇ તથા સમીરભાઇ (નોફિયર રેડીમેઇડ)ના દાદાશ્રીનું દુઃખદ અવસાન તા.૭ના રોજ થયેલ છે. તેમનું બેસણું જાગનાથ મંદીર ખાતે ૪ થી ૫:૩૦ કલાકે તા.૯ના રોજ રાખવામાં આવેલ છે. લૌકિક વહેવાર રાખવામાં  આવેલ નથી.

 વિઠ્ઠલદાસ ઉનડકટ

 રાજકોટઃ જુનાગઢ નિવાસી વિઠ્ઠલદાસ ઉનડકટ (ઉ.વ.૬૫) તે સ્વ. વનમાલીદાસ મુલજીભાઇ ઉનડકટ (ખુંભડીવાળા)ના પુત્ર તે ધીરૂભાઇ તથા અમૃતલાલભાઇના નાનાભાઇ તે ભરતભાઇ તથા રંગદાસભાઇના મોટાભાઇ તે હરીન્દ્રના પિતાશ્રી તે સ્વ. અમૃતલાલ વ્ઠ્ઠિલદાસ વસાણીના જમાઇનો તા.૭ બુધવારના રોજ વૈકુંઠવાસ થયેલ છે.  તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૮ ગુરુવારના રોજ  સાંજે ૪ થી ૫ દરમ્યાન શ્રી હાટકેશ્વર મંદીર, જવાહર રોડ, જુનાગઢ મુકામે રાખેલ છે.

ગુણવંતરાય જોષી

જુનાગઢ : ચાપરડા નિવાસી ગુણવંતરાય દેવશંકરભાઇ જોષી ચાપરડા વાળા હાલ દ્વારકા (સંસ્કૃત એકેડેમીના પ્રાધ્યાપક) તે સ્વ. દેવશંકરભાઇ ત્રિકમજીભાઇ જોષીના પુત્ર અને શાસ્ત્રી પ્રફુલભાઇના નાના ભાઇ તેમજ કિંજલના પિતાશ્રી તથા હિમાંશુ અને વિપુલભાઇના મોટાભાઇ તેમજ કમલેશભાઇ (મોણીયા), યોગેશભાઇ (ગીરનાર) ના કાકાનું તા. ૬ના મંગળવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તમામ ક્રિયા ચાપરડા તા. વિસાવદર ખાતે રાખેલ છે.

કાન્તાબેન ગોંડલીયા

સાણથલી : કાન્તાબેન ભીખાભાઇ ગોંડલીયા (ઉ.વ.૮૦) તે રતીભાઇ, બટુકભાઇ, અરવિંદભાઇ ગોંડલીયાના માતુશ્રીનું તા. ૬ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું પાણીઢોળ (ઉતરક્રિયા) તા. ૧૬ ના રોજ રાખેલ છે.

લક્ષ્મીબેન મયાત્રા

વાસાવડ : શ્રી મુળજીભાઇ મેઘાભાઇ મયાત્રાના ધર્મપત્ની લક્ષ્મીબેન મુળજીભાઇ મયાત્રા તે મોહનભાઇ મયાત્રા, હરીભાઇ મયાત્રા, જયંતીભાઇ મયાત્રા તથા અરવિંદભાઇ મયાત્રાના માતુશ્રીનું અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા ૧૩ ને મંગળવારના રોજ બપોરે તેમના નિવાસ સ્થાન વાસાવડ રાખેલ છે.

જયંતીભાઇ મારૂ

મોરબી : લુહાર જયંતીભાઇ નારણભાઇ મારૂ (ઉ.વ.૭પ) તે પ્રવિણભાઇ તથા કમલેશભાઇના પિતાનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૯મીએ શુક્રવારે સાંજે ૪ થી ૬, શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર, ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ, મોરબી રાખેલ

ભારતીબેન પટેલ

રાજકોટઃ ભારતીબેન જીતેન્દ્રકુમાર (પટેલ) (ઉ.વ.૫૨)તે વૈભવ, ચીરાગનાં માતુશ્રી તા.૮ ગુરૂવારનાં રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને શુક્રવારનાં રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે  ડાયમંડ પ્લસ, રાધા રેસીડેન્સીની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગરોડ, અયોધ્યા ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

કેશુભાઈ વાઘેલા

રાજકોટઃ સોરઠીયા રાજપુત કેશુભાઇ ભવાનભાઈ વાઘેલા (ઉ.વ.૮૮) તે નટવરલાલ, તેમજ અમૃતલાલ, તેમજ હિંમતભાઈના મોટાભાઈ તેમજ નિલેશભાઈ તેમજ અરવિંદભાઇના પિતાશ્રીનું તા.૭ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમણું બેસણું તા.૯ને શુક્રવારે બપોરે ૪ થી ૬ પંચનાથ મંદિર ખાતે રાખેલ છે.