Gujarati News

Gujarati News

News of Sunday, 28th January 2018

યુ.એસ.માં UCLA ના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી નિલ ગર્ગને એવોર્ડ : બેલર યુનિવર્સિટી દ્વારા દર બે વર્ષે અપાતા ‘‘રોબર્ટ ફોસ્‍ટર ચેરી એવોર્ડ ફોર ગ્રેટ ટીચીંગ'' આપી સન્‍માન કરાયું : રાષ્‍ટ્રિય કક્ષાના એવોર્ડ ઉપરાંત ૨,૫૦,૦૦૦ ડોલરનું નગદ ઇનામ

લોસ એન્‍જલસ : યુ.એસ.ના લોસ એન્‍જલસમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટીના ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર નિલ ગર્ગને બેલર યુનિવર્સિટીનો ‘‘રોબર્ટ ફોસ્‍ટર ચેરી એવોર્ડ ફોર ગ્રેટ ટીચીંગ''  ૨૫ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ એનાયત કરાયો  છે.

રાષ્‍ટ્રિય કક્ષાના એવોર્ડ વિજેતા પ્રોફેસર નિલ ગર્ગને  ૨ લાખ ૫૦ હજાર ડોલરનું ઇનામ અપાયુ છે. જે એવોર્ડ દર ૨ વર્ષે અપાય છે. વિદ્યાર્થીઓને શ્રેષ્‍ઠ શિક્ષણ આપવા બદલ આ એવોર્ડથી શ્રી ગર્ગને સન્‍માનિત કરાયા છે.

(10:01 pm IST)