Gujarati News

Gujarati News

News of Sunday, 28th January 2018

જાપાનમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગણતંત્ર દિન ઉજવાયો : જાપાનના વિદેશમંત્રી ટારો કોનોએ હાજર રહી ત્રિરંગાને સલામી આપી : ભારતના એમ્બેસેડર શ્રી સુરજ ચિનોઇએ બંને દેશો વચ્ચેના ગાઢ-સંબંધોને બિરદાવ્યા

ટોકિયા :  જાપાનના ટોકિયોમાં આવેલા ભારતના દૂતાવાસ ખાતે ગઇકાલે ર૬ જાન્યુ.આ. રોજ ભારતનો ગણતંત્ર દિવસ ઉજવાયો હતો.

આ ઉજવણીની વિશેષતા એ હતી કે તેમાં સામેલ થવાના આમંત્રણને માન આપી જાપાનના વિદેશમંત્રી ટારો કોનો હાજર રહ્ના હતાં. જેમનું ભારતના એમ્બેસેડર શ્રી સુજન ચિનાઇએ ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.

બંને મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્્બોધનો કર્યા હતાં તથા ભારત અને જાપાન વચ્ચેના સંબંધો વધુને વધુ દૃઢ થઇ રહ્ના હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

(1:07 pm IST)