Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા ૨ ઇન્‍ડિયન અમેરિકન ઉપર વાયર ફ્રોડનો આરોપ : માલની હેરાફેરીમાં ઓછો ટેકસ ભરી ૫.૮ મિલીયન ડોલરનું કૌભાંડ આચર્યાનો આરોપ : પાવન વાસવાણી તથા રિષી મલિક ઉપર સિગારેટ ટ્રાફિકીંગ એકટના ભંગ બદલ કોર્ટ કેસ

કનેકટીકટ : યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા ૨ ઇન્‍ડિયન અમેરિકન ૩૯ વર્ષીય પાવન વાસવાણી તથા ૪૫ વર્ષીય રિષી મલિક ઉપર વાયર ફ્રોડ દ્વારા માલની હેરાફેરીમાં ઓછો ટેક્ષ ભરી ૫.૮ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકયો છે. તેવું કનેકટીકટ ડીસ્‍ટ્રીકટના યુ.એસ. એટર્ની જોહન એચ.દુરહામએ જણાવ્‍યું હતું.

જો તેમના ઉપરના આરોપો પૂરવાર થાય તો સિગારેટ ટ્રાફિકીંગ એકટના ભંગ બદલ વધુમાં વધુ પાંચ વર્ષની જેલ સજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:49 pm IST)