Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી પાર્થિવ પટેલએ ન્‍યુજર્સી બાર એશોશિએશના મેમ્‍બર તરીકે શપથ લીધાઃ માત્ર ૫ વર્ષની ઉંમરે પરિવાર સાથે અમેરિકામાં સ્‍થાયી થયેલા શ્રી પાર્થિવને DACA પ્રોગ્રામના કારણે સ્‍થાયી થવા મળ્‍યુ હતું: ગેરકાયદે ઇમીગ્રન્‍ટ ગણાંતા આવા નાગરિકો પૈકી બાર એશોશિએશનના મેમ્‍બર બનવાનો સૌપ્રથમ વિક્રમ સર્જાયો

ન્‍યુજર્સીઃ માત્ર  પાંચ વર્ષની ઉંમરે પરિવાર સાથે અમેરિકામાં સ્‍થાયી થયેલા તથા ૨૦૧૨ની સાલમાં તત્‍કાલીન પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ‘‘ડીફર્ડ એકશન ફોર ચાઇલ્‍ડહુડ એરાઇવલ્‍સ'' (DACA) અમલી કરતા દેશનિકાલના ભયમાંથી મુક્‍ત થયેલા ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી પાર્થિવ પટેલ ૨૪ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ગેરકાયદે ઇમીગ્રન્‍ટ હોવા છતાં બાર એશોશિએશનના મેમ્‍બર બની શકનાર સૌપ્રથમ ઇન્‍ડિયન અમેરિકન બન્‍યા હતા. તેમને ન્‍યુજર્સીમાં સૌપ્રથમ ઇન્‍ડિયન અમેરિકન એટર્ની જનરલ બનવાનો વિક્રમ ધરાવતા શ્રી ગુરબીર ગ્રેવાલએ શપથ લેવડાવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે DACA પ્રોગ્રામ હેઠળ સ્‍થાયી થયેલા વિદેશીોને દેશનિકાલ કરવાની ઘોષણા કરનાર પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ આ બાબતમાં ફેર વિચારણા કરી છે. તથા DACA યોજના રદ કરવાની મુદત લંબાવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:47 pm IST)