Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

અમેરિકાના ઇલિનોઇસમાં આવેલા હરિઓમ મંદિરમાં ‘લોહરી' ઉત્‍સવ ઉજવાયોઃ ભારતના પંજાબમાં વસતા શીખો તથા હિન્‍દુઓ દ્વારા ઉજવાતા આ ઉત્‍સવમાં સ્‍થાનિક ભારતીયો ઉમંગભેર જોડાયાઃ સાંસ્‍કૃતિક નૃત્‍યો, બોનફાયર, સહિતના આયોજનો કરાયા

ન્‍યુજર્સીઃ અમેરિકામાં નોનપ્રોફિટ હિન્‍દુ સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો સાથે ૧૯૬૦ની સાલથી જોડાયેલા હરિઓમ મંદિર મેડીનાહ ઇલિનોઇસ મુકામે ૧૩ જાન્‍યુ.૨૦૧૮ના રોજ ‘લોહરી' ઉત્‍સવ ઉજવાઇ ગયો.

પંજાબમાં વસતા શીખો તથા હિન્‍દુઓ દ્વારા દર વષે૪ શિયાળામાં ઉજવાતા આ ફોક ફેસ્‍ટીવલની ઉજવણી દરમિયાન સાંસ્‍કૃતિક નૃત્‍યો, બોનફાયર, સહિતના આયોજનો કરાયા હતા. જેમાં સ્‍થાનિક ભારતીયો ઉમંગભેર જોડાયા હતા. પ્રોગ્રામની હાઇલાઇટસ TVAsia કોમ્‍યુનીટી રાઉન્‍ડમાં જોઇ શકાશે તેવું TVAsia ન્‍યુઝપેપર દ્વારા જાણવા મળે છે.

(9:37 am IST)