Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

યુ.એસ.ના સાન ફ્રાન્‍સિસ્‍કોમાં ઇન્‍ડિયન અમેરિકનોનો ડંકો : ૨૦૧૮ની સાલના સુપ્રતિષ્‍ઠિત ‘‘ક્રોનિકલ વીઝનરી ઓફ ધ ઇયર'' એવોર્ડ માટે શ્રી પ્રેમલ શાહ બાદ હવે શ્રી સાલ ખાનની પણ પસંદગી : ખાન એકેડમીના ફાઉન્‍ડર શ્રી સાલ ખાનને ડીજીટલ એજયુકેશન દ્વારા નવનિમાર્ણનું કાર્ય કરી બતાવનાર સ્‍વપ્‍નદષ્‍ટા તરીકે પસંદ કરાયા

સાન ફ્રાન્‍સિસ્‍કો : અમેરિકાના સુપ્રતિષ્‍ઠિત ગણાંતા સાન ફ્રાન્‍સિસ્‍કોના ૨૦૧૮ ની સાલના ‘‘ક્રોનિકલ વિઝનરી ઓફ ધ ઇયર એવોર્ડ'' માટે ઇન્‍ડિયન અમેરિકન શ્રી સાલ ખાનની પસંદગી થઇ છે.

ખાન એકેડમીના સ્‍થાપક શ્રી સાલ ખાનને ડીજીટલ એજયુકેશન દ્વારા નવનિર્માણનું કાર્ય કરી બતાવનાર સ્‍વપ્‍નદષ્‍ટા તરીકે પસંદ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ અન્‍ય ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રેમલ શાહ પણ આ એવોર્ડ માટે પસંદ થઇ ચૂકયા છે.

 

(9:36 am IST)