Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

અમેરિકામાં ન્‍યુયોર્કના ૧૨મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવતા શ્રી સુરજ પટેલ : આંત્રપ્રિનિયર, લોયર, એકટીવિસ્‍ટ તથા લેકચરર શ્રી પટેલના કમ્‍પેનમાં જણાવાયા મુજબ પ્રાઇમરી ચૂંટણીમાં ન્‍યુયોર્કમાંથી ૮ ટકા જ મતદાન થયું હતું : ૨૬ જુન ૨૦૧૮ના રોજ યોજાનારી પ્રાઇમરી ચૂંટણી માટે પ્રજાજનોને મતદાન માટે જાગૃત કરી કલાઇમેટ, ઇનોવેશન, એજયુકેશન, હેલ્‍થકેર, ઇમીગ્રેશન સહિતના પ્રશ્નોને વાચા આપવાની નેમ

ન્‍યુયોર્ક : અમેરિકમાં ન્‍યુયોર્કના ૧૨મા ડીસ્‍ટ્રીકટમાંથી ડેમોક્રેટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુરજ પટેલએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે.

તેમની કમ્‍પેન ટીમએ પ્રાઇમરી ચૂંટણીઓ અંગે સચોટ આંકડાકીય માહિતી આપી છે. જે મુજબ ન્‍યુયોર્કના ૮ ટકા લોકો જ પ્રાઇમરી ચૂંટણીમાં વોટીંગ કરે છે. જે ૨૦૧૬ની સાલમાં જોવા મળ્‍યું હતું.

એન્‍ટ્રિપ્રિનિયર, લોયર, એકટીવિસ્‍ટ તથા ન્‍યુયોર્ક યુનિવર્સિટીની સ્‍ટર્ન સ્‍કૂલ ઓફ બિઝનેસના એથિકસ લેકચરર શ્રી પટેલ કલાઇમેટ, ઇનોવેશન, એજયુકેશન, હેલ્‍થકેર, ઇમીગ્રેશન તથા ગાંજાને  કાયદેસરની માન્‍યતા આપવાના હેતુ સાથે ચૂંટણી લડવા માંગે છે તથા લઘુમતિ ઉપરાંત સમગ્ર પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવાની નેમ ધરાવે છે. ૨૬ જુનના રોજ યોજાનારી પ્રાઇમરી ચૂંટણી માટે તઓ ડોર ટુ ડોર કમ્‍પેન પણ કરવા માંગે છે.

(11:04 pm IST)