Gujarati News

Gujarati News

News of Sunday, 28th January 2018

સ્‍વિટઝરલેન્‍ડમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ૬૯મો પ્રજાસતાક દિન ઉજવાયો : દેવોસમાં યોજાયેલી ‘‘વર્લ્‍ડ ઇકોનોમીક ફોરમ'' માં હાજરી આપવા આવેલા ભારતીયો જોડાયા

દેવોસ : સ્‍વિટઝરલેન્‍ડમાં આવેલા ભારતીય દૂતાવાસના ઉપક્રમે ૨૬ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ભારતનો ૬૯મો પ્રજાસતાક દિન ઉજવાયો હતો. જેમા દેવોસમાં યોજાયેલી ‘‘વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમ'' માં હાજરી આપવા આવેલા ભારતીયો પણ જોડાયા હતાં. જેમાં કેન્‍દ્રીય મિનીસ્‍ટર શ્રી પિયુષ ગોયલ તથા શ્રી ધમેન્‍દ્ર પ્રધાન સહિતનાઓનો સમાવેશ થતો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:15 am IST)