-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 26th January 2018
અમેરિકામાં નવેં.૨૦૧૮માં યોજાનારી કોંગ્રેસની ચૂંટણીઓમાં અનેક ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો મેદાનમાં: ન્યુયોર્કના ૧૧મા ડીસ્ટ્રીકટમાંથી શ્રી ઉમર વૈદ તથા શ્રી મોહન રાધાક્રિશ્નનએ ઉમેદવારી નોંધાવતા ૨ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો આમને-સામને
ન્યુયોર્કઃ અમેરિકામાં યોજાનારી આગામી કોંગ્રેસની ચૂંટણીઓમાં અનેક ભારતીયોએ ઉમેદવારી નોંધાવી છે. જે પૈકી ન્યુયોર્કના ૧૧મા ડીસ્ટ્રીકટમાં ભારતીય મૂળના ૨ ઉમેદવારો સામ સામે આવી ગયા છે શ્રી ઉમર વૈદ તથા શ્રી મોહન રાધાક્રિશ્નન બંનેએ ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી હોવાથી એશિઅન અમેરિકન મતોમાં ભાગલા પડવાની શક્યતા છે. એટલું જ નહિ આ સ્પર્ધા ૬ ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચેની હોવાથી પ્રાઇમરી ચૂંટણીમાં જે જીતશે તેણે નવેં. ૨૦૧૮માં યોજાનારી ફાઇનલ ચુંટણીમાં વર્તમાન રિપબ્લીકન કોંગ્રેસમેન ડૈન ડોનોવનનો મુકાબલો કરવાનો રહેશે તેવું જાણવા મળે છે.
(9:47 pm IST)