Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

હરિકેન વાવાઝોડાના ૩ માસ પછી પણ પ્‍યુર્ટોરિકાના દરિયાકિનારે વસતા ૩૪ લાખ અમેરિકનો પ્રાથમિક સુવિધાઓથી વંચિતઃ લાઇટ,પાણી, તથા આરોગ્‍ય સુવિધાઓના અભાવે પીડાતા આ નાગરિકોની વહારે જવાનું બીડુ ઝડપતા એશિયન અમેરિકન ડો.બિલાલ ખાન તથા ડો.પેડ્રો ટોર્સઃ ૯ ફેબ્રુ.થી ૧૧ ફેબ્રુ.૨૦૧૮ દરમિયાન રાહત કેમ્‍પનું આયોજન કરાયુઃ કેમ્‍પમાં સેવાઓ આપવા જનાર આ બંને ડોકટરોની ટીમ પોતાના ખર્ચે હાજરી આપશે

ન્‍યુયોર્કઃ અમેરિકામાં હાહાકાર મચાવનાર હરિકેન વાવાઝોડાને ૩ માસ જેટલો સમય વીતી ગયા પછી પણ પ્‍યુર્ટોરિકો દરિયાકિનારે આવેલા વીકસ ખાતે વસતા ૩૪ લાખ જેટલા અમેરિકન નાગરિકો હજુ પણ લાઇટ, તથા પાણી જેવી સુવિધાઓથી વંચિત છે.

આ નાગરિકોની સેવા માટે આગામી ૯ ફેબ્રુ.થી ૧૧ ફેબ્રુ.૨૦૧૮ સુધી કેમ્‍પ કરવાનું ૨ ડોકટરોએ બીડુ ઝડપ્‍યુ છે. ‘‘અમેરિકન  યુરોલોજીક એશોશિએશન (AUA)''ના મેમ્‍બર આ બંને ડોકટરોમાં એશિયન અમેરિકન ડો. બિલાલ ખાન તથા ડો.પેડ્રો ટોર્સનો સમાવેશ થાય છે.જેમની આગેવાની સમાવેશ થાય છે. જેમની આગેવાની હેઠળની ટીમ પ્‍યુર્ટોરિકો જશે.

આ માટે આર્ટર બોટ તથા રાહત સામગ્રી અને દવાઓ ભેગી કરવા ફંડ એકત્ર કરાઇ રહ્યું છે સેવા આપવા જનાર ટીમના સભ્‍યો પોતાના ખર્ચે જશે. તથા આ માનવ સેવાનું ભગીરથ કાર્ય કરશે. તેવું શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(11:06 pm IST)