Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

દર્દીની સારવારમાં હસ્‍તક્ષેપ કરવા બદલ ૫૧ વર્ષીય નર્સનું વાયરથી ગળુ દબાવી દઇ મારી નાખવાની કોશિષ : અમેરિકાના ન્‍યુયોર્કમાં વેઇટ લોસ સર્જન તરીકે કામ કરતાં ઇન્‍ડિયન અમેરિકન ડો. વેંકટેશ ઉપર આરોપ

ન્‍યુયોર્ક : અમેરિકાના ન્‍યુયોર્કમાં આવેલા નાસ્‍સાઉ યુનિવર્સિટી મેડીકલ સેન્‍ટરમાં વેઇટ લોસ સર્જન તરીકે સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન ડો. વેંકટેશ સસ્‍થાકોનાર ઉપર તેની સાથે કામ કરતી ૫૧ વર્ષીય નર્સનું ઇલેકટ્રીક વાયરથી ગળુ દબાવી મારી નાખવાની કોશિષ કરવાનો આરોપ મુકાયો છે. જે કોઇ પેશન્‍ટની દવા બાબતે થયેલી બોલાચાલી તથા ઝઘડાનું કારણ હોવાનું માનવામાં આવે છે.

નાસ્‍સાઉ કાઉન્‍ટી ન્‍યુયોર્ક પોલીસના જણાવ્‍યા મુજબ વેંકટેશને નર્સ સાથે ઝઘડો થતાં તેણે નર્સને પાછળથી ગળા ઉપર ઇલાસ્‍ટીક વાયરથી ગળુ દબાવી તેને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થઇ છે.

નર્સને ગળામાં થયેલી તકલીફના કારણે હોસ્‍પિટલમાં દાખલ કરાઇ હતી. તથા સારવાર આપી તે જ દિવસે સાંજે રજા આપી દેવાઇ હતી. વેંકટેશના લોયરના જણાવાયા મુજબ ઘટનાને મોટુ સ્‍વરૂપ આપી દેવાયું છે. વેંકટેશને ૩૫૦૦ ડોલરના જામીન ઉપર મુકત કરાયો છે.  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:06 pm IST)