Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

અમેરીકાના ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં સુધારો કરતુ એક બીલ રીપબ્‍લીકન પાર્ટીના ચાર સભ્‍યોએ સંયુક્‍ત રીતે હાઉસમાં રજુ કર્યુઃ આ બીલમાં કૌટુમ્‍બીક આધારિત મોટા ભાગની તમામ કેટેગરીઓને નેસ્‍ત નાબુદ કરવાની ભલામણ કરવામાં આવેલ છેઃ અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિ પોતાના પતિ-પત્‍નિ તથા સંતાનોને અત્રે બોલાવી શકશેઃ માતા પિતાને નિયત કરેલા સમય સુધી રહી શકશે અને તે પૂર્ણ થતા પહેલા આ દેશ છોડવો પડશેઃ વીઝા લોટરી ગ્રીનકાર્ડ પ્રોગ્રામ રદ કરાશેઃ કળા કૌશલ્‍ય ધરાવનાર વ્‍યક્‍તિઓને વિશેષ પ્રમાણમાં વીઝા અપાશેઃ અમેરીકન સીટીઝન પોતાના ભાઇ બહેનને હાલમાં અમેરીકા બોલાવી શકે છે પરંતુ આ પ્રથાનો નવા બીલમાં સમાવેશ કરવામાં આવેલ નથીઃ તેવી રીતે ગ્રીનકાર્ડ હોલ્‍ડર પોતાના પરિવારના સભ્‍યોને બોલાવી શકશે કે કેમ તે અંગે સમગ્ર અમેરીકામાં ચિંતાની લાગણી

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) હાઉસની ચાર મુખ્‍ય ભીન્‍ન ભીન્‍ન કમીટીના અગ્રણીઓ જેમાં હાઉસ જયુડીસરીના ચેરમેન બોબ ગુડલટે, હાઉસ હોમલેન્‍ડ સીકયોરીટી કમીટી બોર્ડર એન્‍ડ મરીન સીકયોરીટીની સબ કમીટીના ચેરમેન મારથા મેકસેલી, હાઉસ જ્‍યુડીસરી કમીટી ઇમીગ્રેશન અને બોર્ડર સીકયોરીટી કમીટીના સબ ચેરમેન રાઉલ લાબ્રાડોર, અને હાઉસ હોમલેન્‍ડ સીકયોરીટી કમીટીના ચેરમેન માઇકલ મેકલાઉલનો સમાવેશ થાય છે તેમણે સંયુક્‍ત પણે જાન્‍યુઆરી માસની દસમી તારીખે હાઉસમાં H.R.4760 નંબરનું  એક ઇમીગ્રેશનના હાલા કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરતું બીલ રજુ કરેલ છે ગ્રીનકાર્ડની સંખ્‍યામાં વધારો દર્શાવતુ તેમજ કૌટુમ્‍બીક આધારિત ઇમીગ્રેશન પધ્‍ધતીમાં હાલમાં જે પરિવારના સભ્‍યોને લાભ થાય છે તેમાં પતિ-પત્‍ની અથવા તેમના સંતાનો સિવાયની તમામ કેટેગરીઓને નાબુદ કરવાની ભલામણ કરવામાં આવેલ છે આ બીલમાં અમેરીકન નાગરિકત્‍વ ધારણ કરનારાઓ પોતાના માતા તથા પિતાને ૨કામચલાવ ધોરણે અત્રે વસવાટ કરવા બોલાવી શકશે પરંતુ નક્કી કરેલી સમય મર્યાદા સુધીજ તેઓ અગે રોકાણ કરી શકશે અને ત્‍યાર બાદ તેઓ અત્રે રોકાણ કરશે તો તેઓ ગેરકાયદેસર વસાહતીઓ તરીકે ગણાશે અને ઇમીગ્રેશનના કાયદા અનુસાર તેઓની સામે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.

હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના ચાર સભ્‍યોએ ઇમીગ્રેશન અંગે જે બીલ હાઉસમાં રજુ કરેલ છે તેને સીકયોરીંગ અમેરીકા ફયુચર એકટ એવુ નામ આપવામાં આવેલ છે અને તેમાં હાલમાં કુશળ કળા કૌશલ્‍ય ધરાવતા વિદેશી કામદારોને હાલમાં ૧૨૦૦૦૦ જેટલા લોકોને વાર્ષિક ધોરણે ગ્રીન કાર્ડ આપવામાં આવ છે તે સંખ્‍યા વધારીને પ્રતિવર્ષે ૧૭૫૦૦૦ જેટલા લોકોને ગ્રીનકાર્ડ આપવા ભલામણ કરવામાં આવેલ છે આનાથી અમેરીકામાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોમાં મિશ્ર પ્રત્‍યાધાતો પડવા સંભવ છે.

અમેરિકાના હાલમાં જે ઇમીગ્રેશનના જે કાયદાઓ છે તેમાં જરૂરી સુધારાઓ કરવાની હાલના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની જે ઇચ્‍છાઓ છે તેને ધ્‍યાનમાં લઇને આ બીલ રજુ કરવામાં આવેલ છે અમેરીકાના પ્રમુખ હાલમાં જે કૌટુમ્‍બીક આધારિત ઇમીગ્રેશનની જે પધ્‍ધતી છે તેને નેસ્‍તનાબુદ કરવાની વિચાર-સરણીમાં માને છે અને આ કેટેગરીઓમાં ફકત અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના પતિ તેમજ પત્‍ની અને તેમના સંતાનો અંગે બોલાવી શકશે તેમજ તેમના માતા પિતા ફકત નક્કી કરેલી મુદત પૂરતાજ અત્રે પરિવારના સભ્‍યો સાથે રહી શકશે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ શૈક્ષણીક લાયકાત ધરાવનાર વ્‍યકતીઓને અગે વસવાટ કરે એવુ ઇચ્‍છી રહ્યા છે અમેરીકામાં હાલમાં આઠ લાખ જેટલા લોકો નાની વયે પોતાના પરિવારના સભ્‍યો સાથે અમેરીકામાં આવીને વસેલા છે તેવા લોકો કે જેઓ અત્રે ડ્રીમર તરીકે ઓળખાય છે તેઓ પોતાની રીતે નિયત કરેલી મુદતમાં અગે વસવાટ કરવાનો અધિકાર પ્રાપ્ત મેળવે તેવી રીતે અરજી કરવાની રહેશે અને તેઓના માટે તેવી જોગવાઇ આ બીલમાં કરવામાં આવેલ છે આ લોકો અત્રે નોકરી પણ કરી શકશે તેમજ આ દેશમાંથી પોતાના દેશમાં જવા ઇચ્‍છતા હોય તો તેઓ સરળતાથી આવન જાવન કરી શકશે. તેમજ અમેરીકાના પ્રમુખ આ દેશની સરહદો પર દિવાલે બાંધવા માટે ઇચ્‍છી રહ્યા છે તો તેની જોગવાઇઓ પણ આ બીલમાં કરવામાં આવેલ છે.

 આ બીલમાં કોઇપણ દેશમાંથી કેટલા પ્રમાણમાં લોકોને અગે આવવા દેવા તેનીજે જોગવાઇ છે તે દુર કરવામાં આવી નથીઃ હાલમાં એક અંદાજ અનુસાર H-13 વીઝા ધારકોની ગ્રીનકાર્ડ માટેની અરજીઓનો જે સ્‍વીકાર કરવામાં આવેલ છે તેવી વ્‍યક્‍તિઓને ગ્રીનકાર્ડ મેળવવા માટે ઓછામાં ઓછો ૭૦ વર્ષનો સમયગાળો પસાર કરવાનો રહેછે કૌટુમ્‍બીક આધારિત કેટેગરીઓ જો નાબુદ કરવામાં આવે તો ગ્રાનકાર્ડ મેળવનારાઓને ઓછો સમય વિતાવવો પડશે. પરિવારના વડીલો જેઓ આ નવા કાયદા અન્‍વયે અત્રે આવશે તેઓ નક્કી કરેલી સમય મર્યાદા સુધી અત્રે રહી શકશે. તેઓને અત્રે વધારાનો સમય અત્રે રહેવા માટે પ્રાપ્ત થઇ શકશે નહી અને જો તેઓ નિયત સમય કરતાં વધુ સમય અત્રે રોકાવાનો પ્રયાસ કરશો તે અયોગ્‍ય ગણાશે.

આ અંગે જાણવા મળે છે તેમ ને ૨૦૧૬ના વર્ષ દરમ્‍યાન ૩૩૦૦૦ જેટલા પરિવારના મોટી ઉમરના વડીલો અત્રે વીઝીટર વીઝા દ્વારા આવેલા છે તેઓ પોતાના વતનમાં પાછા ભર્યા નથી અને અત્રે ટકી પડેલા છે જેઓ ગેરકાયદેસર રીતે અગે વસવાટ કરે છે હોમલેન્‍ડ સીકયોરીટીના એક અંદાજ અનુસાર અમેરીકામાં પાંચ લાખ ભારતીયો અત્રે ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને તેઓની સંખ્‍યા દિનપ્રતિદિન વધતી જાય છે એવું એક અહેવાલ દ્વારા જાણવા મળેલે છે.

આ બીલ અંગે વધારામાં જાણવા મળે છે તેમ જ ભારતીય લોકો આ દેશમાં આશ્રિત તરીકે રહેવા માંગતા હોય તેવા લોકો માટે કડક કાયદાો બનાવવામાં આવનાર છે. આ બીલ દ્વારા ૨૫ ટકા જેટલા લોકો અગે આવતા ઓછી થશેઃ આ બીલમાં વીઝા લોટરી પ્રથાને નાબુદ કરવા પણ ભલામણ કરવામાં આવેલછે.

આ બીલ હજુ પ્રાથમીક તબક્કાનુંજ રજુ કરવામાં આવેલ છે અને હાઉસના સભ્‍યો તે લીલ અંગે ચર્ચા કર્યા બાદ તેને પસાર કરીને સેનેટમાં મોકલવામાં આવશે અને ત્‍યા આગળ પણ સેનેટના સભ્‍યો ચર્ચાઓ કરી આગળ પગલા ભરશે આ વેળા આપણે સૌએ એ યાદ રાખવાની જરૂરત છે કે સેનેટમાં રીપબ્‍લીકન પાર્ટીની પાતળી બહુમતી છે અને તેઓના ૫૧ જેટલા સભ્‍યો છે જયારે ડેમોક્રેટીક પાર્ટીના ૪૯ જેટલા સભ્‍યો છે એટલે આ બીલ ભલે હાઉસના સભ્‍યો પસાર કરે પરંતુ સેનેટના સભ્‍યો આ બીલ અંગે કેવા પ્રકારના પગલા ભરશે તે તો આવનારો સમયજ કહેશે. આ અંગેના છેલ્લામાં છેલ્લા સમાચારો અમો અમારા વાંચક વર્ગ માટે અત્રે રજુ કરતા રહીશુ તેની સૌ ખાત્રી રાખે.

(10:54 pm IST)