Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

મિસ ઇન્ડિયા યુએસએ 2017નો તાજ જીતતી વોશિંગ્ટનની શ્રી સૈની

પ્રાચી શાહ ફર્સ્ટ રનર અપ અને ફરીના બીજા રનર અપ તરીકે રહ્યા : શ્રીમતી ડો. પત્તાણી મીસીઝ ઈન્ડિયા યુએસએ 2017 જાહેર થયા અને સ્વપના મન્નમે મિસ ઈન્ડિયા ટીન યુએસએ ૨૦૧૭નો તાજ જીત્યો

ન્યુયોર્ક : વોશિંગ્ટનની રેહવાસી 21 વર્ષીય શ્રી સૈનીએ મિસ ઈન્ડિયા યુએસએ 2017 નું ટાઇટલ જીતી લીધું છે. આ સ્પર્ધામાં, કનેકટીકટની  22 વર્ષીય પ્રાચી શાહ પ્રથમ રનર અપ અને નોર્થ કેરોલીનાની ફરિનાને બીજા રનર અપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીજીબાજુ, ન્યુજર્સીની 17 વર્ષની સ્વપના મન્નમે મિસ ઈન્ડિયા ટીન યુએસએ ૨૦૧૭ ટાઇટલ જીત્યો હતો અને ફ્લોરિડાના કેન્સર સર્જન શ્રીમતી પત્તાણીને મીસીઝ  ઈન્ડિયા યુએસએ 2017 જાહેર કરવામાં આવ્યા હતા.

મિસ ઈન્ડિયા યુએસએ ૨૦૧૭ બનેલી શ્રી સૈની, વોશિંગ્ટન ખાતે અભ્યાસ કરે છે અને સેવાના ક્ષેત્રમાં કામ કરવા માગે છે. 12 વર્ષની નાની ઉંમરે, તેના શરીરમાં પેસમેકર મુકવામાં આવ્યું હતું. ડોક્ટરોએ શ્રી સૈનીને  ડાન્સ ન કરવા કહ્યું હોવા છતાં, તેમની હિમ્મત ઘટી નહોતી, અને આજે તે દરેક માટે પ્રેરણા બની ગઈ છે.

શાળામાં અભ્યાસ કરતી વખતે ધાકધમકીઓનો ભોગ બનેલી શ્રી સૈની હવે ખુબજ આત્મવિશ્વાસ ધરાવતી મહિલા છે,. તેનું કેહવું છે કે, જગતમાં થતી માનવ તસ્કરીને સમાપ્ત કરીને, સમાજમાં સહુ કોઈ ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાયને રહે તે દિશામાં પોતે કામ કરવા માગે છે.

50 થી વધુ રાજ્યોના સહભાગીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને છ જજોની ટીમ એ આ સ્પર્ધા માં જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી.

1980 માં ન્યૂ યોર્કમાં ભારતીય-અમેરિકી મૂળના ધર્માત્મા  સરન અને નીલમ સરન દ્વારા આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. ભારત બહારના સૌથી લાંબા સમયથી ચાલી રહેલા આ ભારતીય કોન્ટેસ્ટે ઘણા ભારતીય કલાકારોને પોતાની ઓળખ બનાવવા માટેની તક આપી છે.

(4:54 pm IST)