Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

માર્ચ 2020 માં બંધ કરાયેલો કરતારપુર કોરિડોર સપ્ટેમ્બર 2021 માં ફરીથી ખુલ્લો મુકાશે : 22 સપ્ટેમ્બરના રોજ શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકદેવની 482મી પુણ્યતિથિ હોવાથી પાકિસ્તાન સરકારનો નિર્ણય : કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જે યાત્રિકોએ રસી લીધી હોય તેમને જ પ્રવેશ

ઇસ્લામાબાદ :  22 સપ્ટેમ્બરના રોજ શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકદેવની 482મી પુણ્યતિથિ હોવાથી પાકિસ્તાન સરકારે કરતારપુર કોરિડોર સપ્ટેમ્બર માસમાં ફરીથી ખુલ્લો મુકવાનો નિર્ણય કર્યો છે. અલબત્ત ,વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જે યાત્રિકોએ રસી લીધી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. તેવી સ્પષ્ટતા પણ કરી છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કર્તારપુર કોરિડરોને માર્ચ 2020માં બંધ કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે પાકિસ્તાને ભારતને સી કેટેગરીમાં રાખ્યું હતું.

જેનો સમયગાળો 22મી મેથી 12મી ઓગસ્ટ સુધીનો હતો, તેથી શીખો સહિતના ભારતીયોએ પાક.માં પ્રવેશવા માટે વિશેષ અનુમતી લેવી પડતી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે જે પણ ભારતીય નાગરિકે 72 કલાકના સમયગાળામાં પીસીઆર ટેસ્ટ કરાવ્યો હશે તેમને પ્રવેશ આપવામાં આવશે, તેઓએ પોતાની સાથે ટેસ્ટ રિપોર્ટ ઉપરાંત રસી લીધી હોવાનું સર્ટિફિકેટ પણ રાખવાનું રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:28 pm IST)