Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર પાછું ખેંચી લેવા બાબતે પત્રકારનો પ્રેસિડન્ટ જો બિડનને સવાલ : તમને તાલિબાન ઉપર વિશ્વાસ છે ? : મને તો તમારા ઉપર પણ વિશ્વાસ નથી : જો બિડનનો જવાબ

વોશિંગટન : અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર પાછું ખેંચી લેવા બાબતે એક પત્રકારે પ્રેસિડન્ટ જો બિડનને સવાલ કર્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે તમને તાલિબાન ઉપર વિશ્વાસ છે ? જેના જવાબમાં જો બીડને જણાવ્યું હતું કે મને કોઈ ઉપર વિશ્વાસ નથી. તમારા ઉપર પણ નહીં.

 સૈન્ય પાછું ખેંચી લેવાના અમેરિકાના નિર્ણયને લઈ સૌ કોઈ તેની ટીકા કરી રહ્યું છે.વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જો બાઈડને જણાવ્યું કે, તેઓ કોઈના પર પણ વિશ્વાસ નથી કરતા, તમારા પર પણ નહીં. હું તમને પ્રેમ કરૂ છું, પરંતુ એવા અનેક લોકો છે જેમના પર હું વિશ્વાસ નથી કરતો. તાલિબાને પહેલા લોકોમાં વિશ્વાસ જગાવવો પડશે. લોકોને સુવિધાઓ આપવી પડશે. તાલિબાને ઘણું કહ્યું છે- અમે જોઈએ છીએ કે તે પોતાની વાતો પર સાચું સાબિત થાય છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, જો બાઈડન દ્વારા અમેરિકી સેનાને હટાવવાને લઈ ખૂબ ટીકાઓ થઈ રહી છે. જોકે બાઈડને પોતાના નિર્ણયને એકદમ યોગ્ય અને લોજિકલ ગણાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે જો તેઓ અત્યાર બહાર નહીં નીકળે તો ક્યારે નીકળશે. ઈતિહાસમાં આ નિર્ણય એકદમ સાચો અને લોજિકલ માનવામાં આવશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)