Gujarati News

Gujarati News

News of Sunday, 22nd August 2021

' ઈન્ડિયા ડે પરેડ ' : ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ શિકાગોના ઉપક્રમે આયોજિત પરેડને અભૂતપૂર્વ આવકાર : ગ્રાન્ડ માર્શલ તરીકે નિરંજન શાહના પુત્રી સુશ્રી સ્મિતા શાહ : મિસ ઇન્ડિયા યુએસએ સ્પર્ધા વિજેતા સુશ્રી ખુશી પટેલે આકર્ષણ જમાવ્યું : અતિથિ વિશેષ તરીકે કોંગ્રેસમેન ડેની ડેવિસે હાજરી આપી


શિકાગો : ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ શિકાગોના ઉપક્રમે તેના પ્રમુખ રાજેશ પટેલના નેતૃત્વ હેઠળ, ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ડેવોન એવન્યુ પર અદભૂત ઈન્ડિયા ડે  પરેડનું આયોજન કરાયું હતું.. જેમાં એક અખબારી યાદી અનુસાર નિરંજન શાહની પુત્રી સ્મિતા શાહ પરેડના ગ્રાન્ડ માર્શલ તરીકે જોડાયા હતા.

વિશેષ અતિથિ તરીકે કોંગ્રેસમેન  ડેની ડેવિસે હાજરી આપી હતી. તેમણે  ભારતીય અમેરિકન સમુદાયને સંબોધતા કહ્યું હતું કે  હું ભારત અને ભારતીય સમુદાયને ભારતના સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આયોજકોને આ સુંદર પરેડના આયોજન બદલ  અભિનંદન આપું છું."

વર્તમાન વર્ષની પરેડ, જેમાં ફ્લોટ્સની શ્રેણી દર્શાવવામાં આવી હતી, તેના પર પ્રકાશ પાડતા પટેલે જણાવ્યું હતું કે, "આજની પરેડ અગાઉના કોવિડ -19 રોગચાળાથી સમુદાયની દુઃખદ તથા ભયાનક યાદોને ઇતિહાસમાં ફેરવી દેનારી છે.

પરેડનું મુખ્ય આકર્ષણ  મિસ ઇન્ડિયા યુએસએ , મિસ પોપ્યુલર 2021 અને મિસ ઇન્ડિયા ફ્લોરિડા 2021 સ્પર્ધાવિજેતા સુશ્રી ખુશી પટેલ હતા .

શિકાગોનું.ડેવોન એવન્યુ, જે 'લિટલ ઇન્ડિયા' તરીકે પ્રખ્યાત છે, તે  ત્રિરંગાથી શોભી ઉઠ્યો હતો.

ઉપસ્થિત મહાનુભાવોમાં કોંગ્રેસવુમન જાન શાકોવ્સ્કી, ઇલિનોઇસ રાજ્યના સેનેટર રામ વિલીવલમ, મેયર જેસલ પટેલ, મોલીન મેયર સંગીતા રાયપતિ, મેઇન કાઉન્ટીના ટ્રસ્ટી આસિફ મલિક, અને ઇલિનોઇસ સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ ડેનિસ વાંગ સ્ટોનબેકનો સહિતનાઓનો સમાવેશ થયો હતો.તેવું ઇ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)