Gujarati News

Gujarati News

News of Sunday, 22nd August 2021

અમેરિકાની સૌથી વધુ ધનિક 100 મહિલાઓ : ફોર્બ્સ મેગેઝીને બહાર પાડેલી 2021 ની સાલની અમેરિકાની સૌથી વધુ ધનિક 100 મહિલાઓની યાદીમાં પાંચ ઇન્ડિયન અમેરિકન : આપબળે આગળ આવેલી ભારતીય મૂળની આ 5 મહિલાઓમાં સુશ્રી જયશ્રી ઉલ્લાલ,સુશ્રી નીરજા શેઠી ,સુશ્રી નેહા નારખેડે ,સુશ્રી રેશ્મા શેટ્ટી ,તથા સુશ્રી ઇન્દ્રા નૂયીનો સમાવેશ

વોશિંગટન : સુવિખ્યાત ફોર્બ્સ મેગેઝીને બહાર 5 ઓગસ્ટના રોજ બહાર પાડેલી 2021 ની સાલની અમેરિકાની સૌથી વધુ ધનિક 100 મહિલાઓની યાદીમાં પાંચ ઇન્ડિયન અમેરિકન મહિલાઓએ સ્થાન મેળવ્યું છે .

આ પાંચ મહિલાઓમાં સુશ્રી જયશ્રી ઉલ્લાલ,સુશ્રી નીરજા શેઠી ,સુશ્રી નેહા નારખેડે ,સુશ્રી રેશ્મા શેટ્ટી ,તથા સુશ્રી ઇન્દ્રા નૂયીનો સમાવેશ થાય છે.

જે પૈકી  જયશ્રી ઉલ્લાલ 16 મા ક્રમે , સુશ્રી નીરજા શેઠી 26 મા ,સુશ્રી નેહા નારખેડે 29 મા, સુશ્રી રેશ્મા શેટ્ટી 39 મા ,તથા સુશ્રી ઇન્દ્રા નૂયીએ 91 મા ક્રમે સ્થાન હાંસલ કર્યું છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

 

(5:14 pm IST)