Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલી 34,260 હોટલો પૈકી 60 ટકા હોટલોના માલિક ઇન્ડિયન અમેરિકન નાગરિકો : ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA) દ્વારા કરવામાં આવેલા છેલ્લા અભ્યાસનો અહેવાલ : અમેરિકાના અર્થતંત્રમાં મોટું યોગદાન

વોશિંગટન : વિશ્વના હોટેલ  વ્યવસાય સાથે જોડાયેલા લોકોના સૌથી મોટા સંગઠન એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA) તથા ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ દ્વારા કરાયેલા છેલ્લા અભ્યાસ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલી 34,260 હોટલો પૈકી 60 ટકા હોટલોના માલિક  ઇન્ડિયન અમેરિકન નાગરિકો છે.

યુ.એસ.ની હોટલોમાં  3.1 મિલિયન ગેસ્ટરૂમ છે. અને 2.2 મિલિયન લોકોને તેનાથી રોજી રોટી મળી રહી છે. જે પૈકી AAHOA સભ્ય હોટલોમાં કામ કરતા 1.1 મિલિયન કર્મચારીઓ વાર્ષિક 47 અબજ ડોલરની કમાણી કરે છે.3 ઓગસ્ટના રોજ કે બેલી હચિસન કન્વેન્શન સેન્ટર ડલ્લાસમાં 2021 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શો 2021ના પ્રથમ દિવસે સામાન્ય સત્ર દરમિયાન અભ્યાસના ટોપલાઈન પરિણામો AAHOA સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

અભ્યાસ દર્શાવે છે કે AAHOA દેશની ઇકોનોમીમાં મહત્વનું યોગદાન આપે છે. જે 680.6 અબજ ડોલરના વ્યાપારમાં મોટો હિસ્સો ધરાવે છે. જે પૈકી 214.6 અબજ ડોલર વેતન, પગાર અને અન્ય વળતર સાથે 4.2 મિલિયન નોકરીઓ; યુએસ જીડીપીમાં 368.4 બિલિયન ડોલરનું  યોગદાન; અને,  96.8 અબજ ડોલર સંઘીય, રાજ્ય અને સ્થાનિક કર ચૂકવે છે.

ઉલ્લેખનીય છે કે 20 હજાર મેમ્બર્સનું સભ્યપદ ધરાવતાAAHOA નું દેશની ઇકોનોમીમાં બહુ મોટું યોગદાન છે. તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)